________________ 000000-S 17 શ્રી મહેન્દ્ર સૂરિ. | 00000000 વાત થ5) A B મ હ હેન્દ્રસૂરિના પ્રબન્ધમાં મહેન્દ્રસૂરિ, શોભન, ધનપાલ અને કોલકવિદિક ધર્મ આ ચાર વિદ્વાનેનાં વૃત્તાન્ત આવે છે. છ '' મહેન્દ્રસૂરિની હકીકત આમાં ઘણી જ ટુંકી મલે છે, તેમના જન્મ, " જાતિ કે ગુરૂના સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રબન્ધ ઉપરથી મીત્ર એટલું જાણી શકાય છે કે તેઓ ચન્દ્ર કુલના આચાર્ય હતા અને તેમણે સર્વદેવ બ્રાહ્મણને તેનું ગુપ્ત નિધાન બતાવીને તેના બદલામાં તેના છોટા પુત્ર શનિને પિતાને શિષ્ય બનાવ્યો હતો. ધનપાલ અને શાન એ બંને સગા ભાઈ હતા. એમના પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ દેવર્ષિ હતું. એમનું મૂલ નિવાસસ્થાન મધ્ય દેશમાંનું સાંકાસ્ય હતું, પણ દેવર્ષિના વખતથી જ એ કુટુમ્બ ધારામાં આવ્યું અને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું - મહેન્દ્રસૂરિ શોભનને એના પિતાની આજ્ઞાથી જૈન દીક્ષા આપીને લઈ ગયા હતા, પણ ધનપાલ એ વાત જાણતાં ઘણો જ વિરૂદ્ધ થયો હતો, એટલું જ નહિ પણ રાજાને સમજાવીને તે પ્રદેશમાં જૈન સાધુઓનું આગમન જ તેણે બબ્ધ કરાવી દીધું હતું. પ્રબંધકાર લખે છે કે ધનપાલના વિરોધના પરિણામે 12 વર્ષ પર્યન્ત ધારામાં કોઈ પણ શ્વેતામ્બર મતને સાધુ આવી શકયો નહિ પણ જ્યારે શેભન મુનિને એ વાતની ખબર પડી તો તેઓ કેટલાક સાધુઓને પિતાની સાથે લઈ ધારામાં ગયા અને તે પ્રતિબન્ધ દૂર કરાવ્યું એટલું જ નહિ પણ ખુદ ધનપાલને પણ જૈન બનાવી લીધે. જૈન થયા પછી ધનપાલે તિલકમંજરી નામની એક આખ્યાયિકા બનાવી હતી અને ભોજરાજાની પ્રાર્થનાથી તે કવિએ રાજાને વાંચી સંભળાવી હતી. રાજાએ કથાને પસંદ તો કીધી પણ તેના ખાસ ખાસ પ્રસંગમાં નામ બદલી નાખીને કથાની કાયા પલટી નાખવાની તેણે સૂચના કરી, પણ ધનપાલે તે મંજુર શખી નહિ અને રાજાને જડબાતોડ ઉત્તર આપ્યો કે જે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કથાનું પુસ્તક આગમાં નાખી દીધું, આથી કવિ ધનપાલનું દિલ ખાટું થઈ ગયું, જો કે કથા તે તેણે પોતાની પુત્રીની યાદદાસ્તી ઉપરથી પાછી લખી નાખી, પણ તે પછી તેણે ધારાને સદાને માટે ત્યાગ કર્યો અને મારવાડના સાર તીર્થમાં જઈ ભગવાન મહાવીરની પૂજા આરાધનામાં પોતાનું શેષ જીવન વિતાવવાનો નિશ્ચય કરીને ત્યાં રહ્યો. આ રાજા ભોજે થોડા વખત સુધી તે ધનપાલની દરકાર ન કરી પણ કૌલકવિધર્મો આવીને જ્યારે તેની સભાને પરાજય કર્યો ત્યારે તેને ધનપાલની હાજરીની આવશ્યકતા સમજવામાં આવી, તપાસ કરાવતાં તેને ધનપાલનો પત્તો લાગ્યો અને ધારામાં આવવા માટે ધનપાલને બહુમાન પૂર્વક આમંત્રણ મેકહ્યું પણ દુહવાયેલ કવિએ તેને સ્વીકાર ન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust