________________ શ્રી શાન્તિસૂરિ. 81 સ્પષ્ટીકરણ થવું અશકય છે. આ આચાર્યને ગચ્છ જે “થારાપદ્ધ ગચ્છ' ના નામથી ઓળખાય છે તે જૈન ઇતિહાસમાં ઘણો પ્રસિદ્ધ છે, એમાં અનેક વિદ્વાન અને ધુરંધર આચાર્યો થઈ ગયા છે. રામસણના એક જૈન લેખ ઉપરથી જણાય છે કે આ ગચ્છના આદિ પુરૂષ “વટેશ્વરાય' હતા કે જે કુવલમાલાવાલા “વડેસર આયરિય” થી અભિન્ન જણાય છે અને એ ઉપરથી આ ગચ્છની ઉત્પત્તિ લગભગ વિક્રમની સાતમી સદીમાં થયાનું અનુમાન કરી શકાય છે. - ડીસા કેમ્પની પશ્ચિમમાં લગભગ 25 કેશ ઉપર આવેલ આજનું “થરાદ” તે જ આ ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પ્રાચીન “થારાપદ્ર” છે. શાન્તિસૂરિનું જન્મ ગામ પાટણથી પશ્ચિમમાં “ઉન્નતાયુ' નામે પ્રબંધકારે બતાવ્યું છે તે રાધનપુર પાસેનું આજકાલનું “ઉણ” નામનું ગામ સમજવાનું છે.' પાટણમાં ભીમદેવનું રાજ્ય સં. 1078 થી 1120 સુધીમાં હતું. એથી શાન્તિસૂરિએ 18 વર્ષ ભીમદેવનું રાજ્ય જોયું અને એ સમય દર્મિયાન તેમણે કવીન્દ્ર” અને “વાદિ ચક્રવર્તી' નાં બિરુદ મેળવ્યાં ગણાય. * , ધનપાલ કવિએ વિક્રમ સંવત ૧૯૨૯માં પોતાની બહેન માટે “પાઈયલછીનામમાલા” ની રચના કરી તે વખતે તે જેન થઈ ચુકયો હતો. આથી ધનપાલ તે વખતે 20-25 વર્ષની અવસ્થામાં હશે એમ માનીયે તો તેને શાન્તિસૂરિને સમવયસ્ક કહી શકાય ભોજરાજાનો રાજવંકાલ 1067 થી 1111 સુધીમાં હતા, આથી આ બંને વિદ્વાનેથી ભેજ અવસ્થામાં લધુ હતો એમ કહી શકાય, મહેન્દ્રસૂરિના પ્રબન્ધ ઉપરથી પણ એ, વાતને ટેકે મલે છે કે ધનપાલ થકી જ પિતે અવસ્થામાં છોટા હતા. ' શાન્તિસૂરિને સમય શિથિલાચાર પ્રધાન હતો, શાન્તિસૂરિ પિતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે, એમને ભજે વિજ્યનું પારિતોષક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખરચ કરાવ્યું. આ એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબન્ધકારે બે ઠેકાણે “મઠ' ના નામથી ઉલ્લેખ્યો છે. આથી પણ એમની ગુરૂ, પરમ્પરામાં શિથિલાચારને પ્રવેશ હશે એમ જણાય છે. પાટણમાં મુનિ ચન્દ્રસૂરિને સુવિહિત હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતા મલતે અને શાન્તિસૂરિએ કહીને શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, આ ઉપરથી પણ જણાય છે કે પાટણમાં તે સમયે શિથિલાચારિયોનું સામ્રાજ્ય હતું. છતાં સુવિહિતેને પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયની સગવડ થવા લાગી હતી. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન ટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુન્દર ટિપ્પણ પણ લખ્યું છે જે પાટણના ભરડારમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના ગ્રન્થ પણ આ જ શાન્તિસુરિની કૃતિ હેવાનું મનાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust