________________ શ્રી પ્રભાવક ચરિત્ર. શોધન કર્યું અને તે પછી ધનપાલની સાથે તેઓ પણ પાટણ આવ્યા. આ વખતે ત્યાંના રહેવાસી જિનદેવ શેઠના પુત્ર પાદેવને સર્પદંશ થયો હતો. જેથી તેને મૃત સમજી ભૂમીમાં દાટી દીધો હતો જેને શાન્તિસૂરિએ નિર્વિષ કરી સજીવન કર્યો હતો. શાતિસૂરિને 32 શિષ્યો હતા જે બધાઓને તેઓ ચૈત્યમાં પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરાવતા હતા જે વખતે નાડેલથી વિહાર કરીને આવેલા મુનિચન્દ્રસૂરિ પાટણની ચૈત્યપરિપાટી યાત્રામાં ફરતા ત્યાં આવ્યા અને દર્શન કરીને ઉભા ઉભા જ પાઠ સાંભલી ગયા, એ રીતે પંદર દિવસ પર્યન્ત દર્શનાર્થે ત્યાં આવીને તેમણે પાઠ સાંભળે, સોલમે દિવસે શિષ્ય મણ્ડલીની પરીક્ષા કરતાં મુનિચન્દ્રની બુદ્ધિને ચમત્કાર જેવામાં આવ્યું. આ ઉપરથી શાન્તિસૂરિએ મુનિચન્દ્રને પ્રીતિપૂર્વક પોતાની પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરવાને આગ્રહ કર્યો, જે ઉપરથી મુનિયન્સે પિતાને માટે સ્થાનકની અગવડ બતાવી, શાનિતસૂરિએ ટંકશાલની પછવાડે એક શ્રાવકની પાસે મકાન અપાવ્યું જ્યાં રહીને મુનિચન્દ્રસૂરિએ દર્શનશાસ્ત્રીનું અધ્યયન કર્યું, એ પછી પાટણમાં સર્વ ગ૭ના સુવિહિત રાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર એક વિસ્તૃત અને તક પૂર્ણ ટીકા બનાવી કે જેના આધારે પૂર્વોક્ત મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિએ દિગમ્બર વાદિ કુમુદચન્દ્રને પાટણમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં જીત્યો હતો. * એકવાર કવિ ધનપાલના મુખથી પ્રશંસા સાંભલીને કૌલ ( શક્તિ ઉપાસક) કવિ ધર્મ શાન્તિસૂરિની મુલાકાતે પાટણમાં આવ્યો અને થારાપદ્ર ગચ્છના ઉપાશ્રયમાં તેમની સાથે વાદ કરીને પરાજિત થયો. * એ સિવાય એક દ્રાવિડ વાદીએ પણ શાન્તિસૂરિને હાથે પરાજય મેળવ્યો હતો. આ વાદીનું નામ પ્રબધુમાં જણાવ્યું નથી. પ્રબન્ધકાર લખે છે કે થરાદમાં નાગિનીદેવી શાન્તિસૂરિના વ્યાખ્યાનમાં નિયમિત રીતે આવતી હતી, શાન્તિસૂરિનું 6 માસનું આયુષ્ય શેષ રહ્યું ત્યારે નાગિનીએ તેમને ગચ્છની વ્યવસ્થા કરવાની સૂચના કરી હતી જે ઉપરથી તેમણે પિતાના 32 શિષ્યમાંથી વીર, શાલિભદ્ર અને સર્વદેવ આ ત્રણને સૂરિપદ અર્પણ કર્યું, આમાં વીરસૂરિની સંતતિ આગલ ચાલી નહિ પણ રાજપુરમાં ‘નેમિનાથ” એ વરસૂરિનું શાશ્વત સ્મારક રહ્યું, જ્યારે શાલિભદ્રસૂરિ અને સર્વદેવસૂરિની શિષ્ય સંતતિ હજી (સં. 1334) સુધી પાટણમાં વિદ્યમાન છે. શાન્તિસૂરિએ પૂર્વોક્ત રીતે ગષ્ણવ્યવસ્થા કરીને શ્રાવક યશના પુત્ર સઢની સાથે ગિરનાર તરફ પ્રયાણ કર્યું અને થોડા જ દિવસમાં ગિરનાર જઈને અનશન ધારણ કર્યું અને 25 દિવસ સુધી અનશન પાલી સં. 1096 ના જેઠ સુદિ 9 મંગળવાર અને કૃતિકામાં તે સ્વર્ગવાસ પામ્યા. ( શાન્તિસૂરિના ગુરૂ વિજયસિંહસૂરિના વિષે વિશેષ જાણવામાં નથી, એ નામના અનેક આચાર્યોગ્રન્યકર્તા પણ–થઈ ગયા છે; પણ વિશેષ વિવરણ મ મલવાથી એ વિષે કંઈપણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust