________________ 78 શ્રી પ્રભાવક ચરિત્ર. ભય છે. રાજપુત્રની આ વાત સાંભળીને આચાર્યના શિષ્ય કહ્યું રાજપુત્ર ! તમે આ વિષે કશી ચિન્તા ન કરો. ગુરૂ મહારાજ સદાય આવા સ્થાનોમાં જ ધ્યાન કરે છે. એ સાંભળ તે રાજપુત્ર પિતાને સ્થાનકે ગયો, તે દિવસે તેને જંબૂકુલ ભેટમાં આવ્યાં હતાં તે ખાતાં તેમાં તેને કીડા દેખવામાં આવ્યા, આ બનાવથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વીરસૂરિ પાસે જઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, એજ રૂદ્ર દીક્ષિત થઈ વીરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રી ચન્દ્રસૂરિ થયા. - સં- 938 માં વીરગણિનો જન્મ થયો. સં. 980 માં દીક્ષા લીધી અને સં૦ 991 ના વર્ષમાં સ્વર્ગવાસ થયે. વીરગણિ સમય શિથિલાચાર પ્રધાન હતા છતાં વીર જેવા ગર્ભશ્રીમન્તોએ ક્રોડોની સંપત્તિનો ત્યાગ કરીને જે ઉગ્ર ત્યાગમાર્ગને દાખલો બેસાડયો હતો તે જણાવતો હતો કે આ સમયે પણ ખરા ત્યાગિયેને અભાવ ન હતો. વીરના દીક્ષાગુરૂ વિમલગણિ કયા ગ૭ના હતા તે જણાયું નથી, અને તેમને સૂરિપદ આપનાર વિદ્ધમાનસૂરિ ક્યા તે પણ કહેવું મુશ્કેલ છે. વિક્રમની અગ્યારમી સદીના મધ્યમાં થયેલ ચંદ્રકુલીન વર્ધમાનસૂરિને જે એમના આચાર્યપદદાતા માનીએ તે વીરગણિના સમય સાથે તેમને સમય મળતો નથી. વીરે સં૦ 980 માં દીક્ષા લીધી હતી, જ્યારે ઉક્ત વર્ધમાનસૂરિ વિ. સં. 1084 માં વિદ્યમાન હતા વીરના સમયમાં ભીનમાલમાં ધૂમરાજ વંશી “દેવરાજ' નામનો રાજા હોવાનું પ્રબધમાં લખેલ છે. ધૂમરાજ એ પરમારને આદિ પ્રસિદ્ધ પુરૂષ હતા. વિક્રમની અગ્યારમી સદીમાં જાલેરમાં પણ દેવરાજ નામના પરમાર રાજા રાજ્ય કરતો હતો. અને તે વખતે ભીન્નમાલ જાલોરને તાબે પણ હતું; છતાં આ દેવરાજ અને બીનમાલનો દેવરાજ એક હતો કે ભિન્ન તે કહી શકાય તેમ નથી; કારણ કે આ બંનેનો સમય કંઈક ભિન્ન છે. વીરગણિના સમયમાં પાટણમાં ચામુણ્યરાજ રાજ્ય કરતો હતો. અને તેને વલ્લભરાજ આદિ પુત્રો હતા એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે. મેરૂતુંગની સ્થવિરાવલી ટીકાના લેખ પ્રમાણે પાટણમાં ચાવડા વંશી ચામુણ્યરાજ નામને રાજા દશમી સદીમાં થઈ ગયો છે રસો રાજય સમય સં - 244 થી 970 સુધી હતો. પણ પ્રબન્ધના લેખ પ્રમાણે વીરગણિ એ સં૦ 980 માં દીક્ષા લીધી હોવાથી તેની સાથે આ સમયનો મેલ મલતો નથી. પ્રાચીન રાજ્ય પટ્ટાવલિના લેખ પ્રમાણે મૂલરાજને ઉત્તરાધિકારી ચામુણ્યરાજ હતો અને તેને વલ્લભરાજ આદિ પુત્રો પણ હતા, પણ આ ચામુંડને સમય પણ વીરગણિના સમય સાથે મેલ ખાતા નથી. વીરગણિ શ્રમણત્વકાલ 980 થી 991 સુધીનો છે જ્યારે આ ચામુણ્યરાજને રાજત્વકાલ 1053 થી 1966 સુધીમાં હતા. વલી ચામુણ્ડને મંત્રી વીર હોવાનું પ્રબન્ધકાર જણાવે છે. વીરમંત્રી પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા હતા અને વિમલને સમય વિક્રમની અગ્યારમી સદ નો ઉત્તર ભાગ હતો. કેમકે સં૦ 1088 ના વર્ષમાં વિમલે આબુના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આથી વિમલના પિતા વીરનો સમય પણ અગ્યારમી સદીના પૂર્વ ભાગજ માની શકાય દશમી સદીને ઉત્તરભાગ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust