________________ 77 શ્રી વીરગણિ. કરી. મુનિરાજે વીરને અંગવિદ્યા ભણવાને આગ્રહ કરતાં કહ્યું- મહાનુભાવ ! આ અંગવિદ્યાને તું ભણીને પ્રભાવક થા. હું પરલોકનું સાધન કરવા તત્પર થયો છું, માટે હારી પાસેથી આ અંગવિદ્યાના અર્થ સાંભળી લે અને આનું પુસ્તક થરાદના જિનમંદિરના શુકનાશમાં છે માટે ત્યાં જઈને તે વાંચી લેજે.” એમ કહીને વિમલગણિએ વીરને દીક્ષા આપીને ત્રણ દિન ત્યાં રહી અંગવિદ્યાને આમ્નાય શીખવી તેઓએ શત્રુંજયની તરફ પ્રયાણ કર્યું, અને ત્યાં જઈ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. વિરે પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે થરાદ જઈને કહેલ સ્થાનમાંથી શ્રાવકો દ્વારા પુસ્તક પ્રાપ્ત કર્યું, અને અંગવિદ્યા ભણીને મહા શક્તિશાલી તપસ્વી થયા. થરાદથી વિહાર કરીને વીર અણહિલ પાટણ તરફ જતા હતા ત્યાં વચમાં સ્થિર ગામ (રાધનપુર પાસેનું થરા ગામ) આવ્યું. જ્યાં વલભીનાશ અથવા વિરૂપાનાથ નામના વ્યન્તરનું સ્થાન હતું, વીર તેના સ્થાનમાં જ રાત્રિ વાસો રહ્યા અને તે ક્રર વ્યનરને શાન કરીને હિંસાને ત્યાગ કરાવ્યો, એટલું જ નહિ પણ ત્યાં કોઈ પણ રીતે હિંસા ન થાય એ માટે પાટણના રાજા ચામુરાજની મહોરછાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું. વીરની આવી અપૂર્વ શક્તિથી પ્રસન્ન થઈને વલભીનાથે પ્રત્યક્ષ થઈને કહ્યું કે પૂર્વ દિશામાં ડરીપુરી (ડાકોર) માં ભીમેશ્વર મહાદેવનું લિંગ મહારા પ્રયોગથી ફાટયું તે હજી પણ ફાટેલું જ પૂજાય છે, મહાધમાં બૌદ્ધોના પાંચસો વિહારનો ભંગ કર્યો, મહાકાલ તે મહારા ભયથી ખૂણે જઇને બેઠા છે, જ્યારે સોમેશ્વરને જીતવા હું નિકલ્યિો તે તેણે બ્રાહ્મણના રૂપમાં આવીને મને વચનબદ્ધ કરીને અત્ર સ્થિર ; રાખ્યો છે કે જે ઉપરથી આ ગામનું નામ સ્થિરા (થરા) પડયું છે. મહારી આવી શક્તિને આજ પહેલાં કોઈએ પરાભવ નથી કર્યો, પણ આજે હમે તમારી શક્તિથી મહને હરાવ્યો છે.” આમ વલભીનાથને પ્રતિબંધીને વીર ગણિ પાટણ ગયા, જ્યાં તેમને વદ્ધમાનસૂરિએ આચાર્ય પદ આપ્યું. પ્રબન્ધકાર લખે છે કે વીર ગણિએ આ વલભીનાથની સહાયથી અષ્ટાપદની યાત્રા કરી હતી અને તેની યાદી તરીકે તેઓ ત્યાંથી દિવ્ય અક્ષત લઈને આવ્યા હતા કે જે અક્ષત તુરકાએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી તેમના ઉપાશ્રયમાં અષ્ટાપદની સ્થાપનારૂપે પૂજાતા હતા. રાજા ચામુણ્યને પુત્ર ન હતો, એથી તેણે પોતાની એ ચિન્તા પિતાના મંત્રી વીર (પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા) ને જણાવી, વીરે આ વાત વીરસૂરિને જણાવી જે ઉપરથી તેમણે પોતાને વાસક્ષેપ આપીને કહ્યું કે રાણીઓને આ વાસયુક્ત જલને અભિષેક કરાવવાથી તેમને ગર્ભસ્ત્રાવનો રોગ દૂર થશે, અને તેમજ થયું. ચામુણ્યરાજને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા. એક વાર વીરસૂરિ વિહાર કરતા અષ્ટાદશ શતી દેશ (આબુની આસપાસનો પ્રદેશ) માં ઉંબરણી ગામમાં (ખરાડી પાસે) આવ્યા હતા. સાંજે તેઓ કાયોત્સર્ગ ધ્યાન માટે ગામની બહાર જતા હતા ત્યાં તેમને પરમાર વંસ્ય રૂદ્ર નામક પુરૂષ મલ્યો તેણે વંદન કરીને કહ્યું–મહારાજ ! રાત્રે આ ભયંકર સ્મશાનમાં ન રહો, અહીં શ્વાપદોને ઘણો જ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust