________________ શ્રી સિદ્ધસૂરિ કદાચ દાક્ષિણ્યચિહ્નથી દાક્ષિણચન્દ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરૂભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાલા કથા બનાવી હશે એમ માનવામાં આવે તો પૂર્વોક્ત વિરોધનો પરિહાર થઈ શકે, પણ આ નવી કલ્પનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવલ કલ્પના જ રહે છે. ગુરૂની ઈચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબૌદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરૂ પાસે આવે છે અને ગુરૂ તેને આચાર્ય હરિભદ્રની " લલિત વિસ્તર' નામની ચૈત્યવન્દનસૂત્ર વૃત્તિ વાંચવા આપે છે. જેથી સિદ્ધર્ષિનું મન પાછું જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા નથી; કારણ કે સિદ્ધર્ષિએ પતે ઉપમિતભવપ્રપંચો કથામાં એ હરિભદ્રની તેવા પ્રકારની પ્રશંસા કરીને આ વાતનું સમર્થન કર્યું છે; ન્યાયાવતારની વૃત્તિ ઉપરથી પણ સિદ્ધર્ષિએ બૌદ્ધતર્કશાસ્ત્રને સારા અભ્યાસ કર્યાનું સિદ્ધ થાય છે. સિદ્ધષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ મહાબોધ” લખ્યું છે. એ નગર કયાં હતું તેને કંઈ પત્તો લાગતો નથી, પણ “પ્રાન્તર સ્થિત દેશેષ ગમનાત્મનાયિતઃ " આ વર્ણનથી જણાય છે કે તે સ્થાન " તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય ' અથવા " નાલંદાવિશ્વવિદ્યાલય " આ બેમાંથી એક હોવું જોઈએ. પ્રબન્ધકાર સિદ્દર્ષિને પ્રસિધ્ધ કવિ માઘના પિતરાઈ ભાઈ લખે છેઃ તે કહે છે કે “ભીનમાલના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવને દત્ત અને શુભંકર નામના બે પુત્રો હતા. તેમાં દત્તની પુત્ર કવિ “માઘ " અને શુભંકરનો પુત્ર આ ચરિત્રનાયક " સિદ્ધ’ થયો.' રાજા વર્મલાતને સત્તા સમય વસન્તગઢના એક લેખ ઉપરથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે. કવિ માઘ પણ શિશુપાલવધ કાવ્યની પ્રશસ્તિમાં પોતાના દાદા સુપ્રભદેવને વર્મલાતને સર્વાધિકારી મંત્રી લખે છે એટલે સુપ્રભદેવ નિત્સંશય સાતમી સદીને વ્યકિત ઠરે છે, અને એના પૌત્ર માઘ કવિને સાતમી સદીના અન્તમાં થયો માનીયે તો કંઇ પણ અઘટિત નથી, જ્યારે સિદ્ધષિનો સત્તા સમય પૂર્વે લખ્યા પ્રમાણે દશમી સદીના મધ્યભાગ છે. આમ એકબીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિધ્ધષિને પિતરાઈ ભાઈ કેવી રીતે માની શકાય તે પ્રબન્ધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તે આ હકીકત કેવળ દન્તકથા છે અને એમાંથી જે કંઈ પણ સારાંશ ઢુંઢીયે તે એટલો જ નીકળી શકે કે સિધ્ધષિ પ્રસિધ્ધ કવિ માઘના વંશમાં થયા હતા. સિધ્ધર્ષિને સમય ચૈત્યવાસિયોના સામ્રાજ્યને સમય હતો; છતાં સિધષિ અને એમના ગુરૂ ગુરૂભાઇ વિગેરે ત્યાગ-વૈરાગ્યવાન હતા. જો કે સિધ્ધર્ષિએ પતે ઉપમિતભવપ્રપંચ કથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમણ્ડપમાં બેસીને કર્યું હતું છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઈ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુને શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગ૭મૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમણ્ડપમાં બેસીને ધર્મકથા કરતા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust