________________ શ્રી માનદેવસૂરિ. કર્યા હતા. સંભવ છે કે આ સસેનિયન જાતિએ હિન્દુસ્થાન પર કરેલ ચઢાઇના પરિણામે તક્ષશિલાનો નાશ થયો હોય અથવા તેને વધારે નુકશાન થયું હોય અને ત્યાંના જેને આ લડાઈની ધમાલ ચાલે તે પૂર્વે જ પંજાબ તરફ આવી ગયા હોય. મહારા વિચાર પ્રમાણેની એ સવાલ જાતિ તક્ષશિલા વિગેરે પશ્ચિમના નગરોથી નિકલેલ જૈન સંઘમાંથી ઉતરી આવી છે. એ જાતિની કેટલીક ખાસિયત અને શાકપિ બ્રાહ્મણો (સેવકે ) ને સંબધે જતાં પણ ઓશવાલોના પૂર્વ પુરૂષો હિન્દુસ્થાનની પશ્ચિમ દિશામાંથી આવ્યા હશે એમ ખુશીથી કહી શકાય. તક્ષશિલામાં 500 જૈનચે હોવાનું અને હજી પણ પિત્તલ અને પાષાણની પ્રતિમાઓ હોવાનું પ્રબન્ધકાર લખે છે, અને એ કથન દન્તકથા માત્ર નહિ પણ વાસ્તવિક સત્ય હોય તેમ જણાય છે. હમણાં થોડા જ વર્ષો ઉપર ત્યાં ખોદકામ કરતાં જુના ઢંગનાં અનેક જૈન ચૈત્ય જમીન નીચેથી નિકળ્યાં હતાં, આ બતાવે છે કે તક્ષશિલા ખરે જ ધર્મક્ષેત્ર હતું; પણ અવાર નવાર થતા વિદેશીઓનાં આક્રમણોનાં પરિણામે છેવટે આ નગરીને નાશ થયો હતો. અને વિક્રમની ત્રીજી-ચોથી સદી પછી ત્યાં જૈનને લાગવગ ઓછો થતાં જૈનેનાં ચૈત્ય અને તીર્થો ઉપર બૌદ્ધ લોકેએ પિતાની સત્તા જમાવી હતી. જૈનોના અતિ પ્રાચીન તીર્થોમાંનું તક્ષશિલાનું ધર્મચક્ર તીર્થ કે જે ચન્દ્રપ્રભજિનનું ધામ હતું એમ મહાનિશીથ સૂત્ર ઉપરથી જાણી શકાય છે, તેના ઉપર પણ પાછળથી બૌદ્ધોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચીનનો પરિવ્રાજક હુએનસાંગ હિન્દુસ્થાનની મુસાફરીએ આવ્યો તે સમયે (વિક્રમના છઠા સૈકામાં ) ધર્મચક્ર બૌદ્ધોના તાબામાં હતું અને તે લોકે આને ચન્દ્રપ્રભ બધિસત્વનું તીર્થ ગણતા હતા. એ ' , ' ' . . મારવાડમાંના નાડોલ અને કેરટા નામના સ્થાને કેટલાં બધાં પુરાણું છે તે આ પ્રબન્ધ ઉપરથી જણાઈ આવે છે.. કારટાના મહાવીર ચૈત્યને ઉપાધ્યાય દેવગન્દ્ર વહીવટ કરતા હતા. આવી હકીકત પ્રબધુમાં જણાવી છે. જો આ કથન ખરૂં જ હોય તે ચૈત્યવાસની પ્રાચીનતાને એ પુરા છે. જો કે પટ્ટાવલિયામાં વીર સંવત 882 -(વિ. સં. ૪૧૨)માં ચૈત્યવાસિયો. થયાનું લખાણ છે. પણ ખરું જોતાં ચૈત્યવાસ ઉક્ત સમયની પૂર્વે પણ હતો એમ જૈન સૂત્રોનાં ભાગો અને ચૂણિઓ ઉપરથી પણ જણાઈ આવે છે. 882 માં ચૈત્યવાસી. થયાનું જે પટ્ટાવલિયોમાં જણાવ્યું છે તેનો અર્થ એ છે કે તે સમયે ચૈત્યવાસ પૂરા જોર ઉપર આવી ગયો હતો અને સુવિહિત કરતાં ચૈત્યવાસિ સાધુઓની સંખ્યા વધી ગઈ હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust