________________ 72 શ્રીપ્રભાવક ચરિત્ર. વીરચન્દ્રના આ વર્તનથી દેવિએ તેને ધિક્કારપૂર્વક શીક્ષા કરીને પોતાની ઓળખાણ આપી જેથી તે ઘણું પસ્તાયો અને તે પછી પિતાના આગમનનું પ્રયોજન કર્યું, પણ દેવિયાએ તેની સાથે જવાની આચાર્યને ના પાડી દીધી. જે ઉપરથી આચાર્યે કહ્યું “અત્રત્ય સંઘની આજ્ઞા ન હોવાથી અમો ત્યાં નહિ આવી શકીયે પણ ત્યાંના સંઘનું કાર્ય અહીંથીજ કરી આપીશું” એમ કહીને તેમણે મન્નાધિરાજ ગર્ભિત " શાન્તિસ્તવ' નામક સ્તોત્ર બનાવી વીરચન્દ્રને આપીને કહ્યું " આના પાઠથી અશિવ શાન્ત થશે " વીરચન્દ્ર તે સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને ઉકત હકીકત કહીને શાન્તિસ્તવનો પાઠ શરૂ કરાવતાં કેટલાક દિવસે રાગ શાંત થયો. એ પછી તક્ષશિલા નિવાસિયો ત્યાંથી ધીરે ધીરે બીજા સ્થાનમાં ચાલ્યા ગયા અને ત્રણ વર્ષે તુરુષ્કાએ તે મહાનગરીને નાશ કર્યો. આ સંબંધમાં વૃદ્ધ પુરૂષ કહે છે કે તે સમયની પિત્તલ અને પાષાણની જિનમૂર્તિયો હજી પણ ભગ્નતક્ષશિલામાં વિદ્યમાન છે. યોગ્ય શિષ્યને પાટે સ્થાપીને માનવસરિ અનશન કરી દેવગતિને પ્રાપ્ત થયા. માનદેવસૂરિના સંબંધમાં બે વાત ખાસ વિચારણીય છે, તેમાં એક તો એમનો અસ્તિત્વ સમય અને બીજે તક્ષશિલાનો ભંગ. પટ્ટાવલિયોમાં માનદેવ નામના બે આચાર્યોનું વર્ણન છે તેમાં પ્રથમ માનદેવને ૨૦મા પટ્ટધર તરીકે લખ્યા છે અને બીજા માનદેવને પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રના મિત્ર અને 28 મા પટ્ટધર માન્યા છે. કોઈ કાઈ પટ્ટાવલીકારે વૃદ્ધ દેવસૂરિને આચાર્યપદ આપનાર સર્વદેવસૂરિને 18 મા પટ્ટધર લખ્યા છે. તેમના મતે બંને માનદેવ અનુક્રમે 21 મા અને 29 મા પટ્ટધર હતા. આ બે માનદેમાં આપણા પ્રસ્તુત આચાર્ય 20 મા પટ્ટધર પ્રથમ માનદેવસૂરિ છે. પદાવલિમાં આમનો સમય વીરનિર્વાણુને આઠમા સૈકે હેવાનું જણાવેલ છે. અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં આ માનદેવસૂરિને 21 મા પટ્ટધર આચાર્ય લખ્યા છે અને વીરનિર્વાણથી 731 (વિ. સં. 261), વર્ષો વીત્યા પછી ગિરનાર ઉપર સ્વર્ગવાસી થયાનું જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ માનદેવસૂરિ વિક્રમની ત્રીજી શતાબ્દીના આચાર્ય છે; છતાં આશ્ચર્ય એ છે કે આ માનદેવસૂરિ એમના પદગુરૂઓ અને એમના પટ્ટશિષ્ય વિગેરેને ભાખ્યો અને ચૂણિયો વિગેરેમાં કંઈપણ ઉલ્લેખ થયે જે વાત નથી. હવે આપણે તક્ષશિલાના ભંગવાલી ઘટનાને વિચાર કરિયે. પ્રબન્ધમાં આ તક્ષશિલાને ભંગ તુરૂષ્કા ( તુરક ) ના હાથે થયાનું જણુવ્યું છે. આ બનાવ માનદેવના જીવિત સમયમાં અથવા તેના નજીકના સમયમાં બનેલ હોવાથી આ સમય વિ. સં. 264 પહેલાનું કેાઈ વર્ષ હોવું જોઈએ. ઉપર જણાવેલ સમયમાં કઈ વિદેશી જાતિએ હિન્દુસ્થાન ઉપર ચઢાઈ કરીને તક્ષશિલાને નાશ કર્યો હતો તે ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાતું નથી. ઉકત ઘટના કાલકુશન વંશના રાજ્યનો અન્તિમ અવસ્થાને સમય હતો, અને લગભગ એ જ સમયની આસપાસ સસેનિયન રાજા અશીરે હિન્દુસ્થાન ઉપર ચઢાઈ કરીને સિબ્ધ સુધીના પ્રદેશને કબજે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust