________________ શ્રી માનવસરિ. '' Cii. ધ્યાય દેવચન્દ્રને ચૈત્યને વહીવટ છોડાવીને આચાર્યપદ આપી દેવસૂરિ બનાવ્યા, એજ દેવસરિ વૃદ્ધદેવસરિના નામથી પ્રસિદ્ધ થયા. સર્વદેવસૂરિએ શત્રુંજય ઉપર જઈને અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. દેવસૂરિ પણ પિતાની પાટે પ્રદ્યોતનસૂરિને સ્થાપના કરી અનશન કરીને સ્વર્ગવાસી થયા. દેવસૂરિના પટ્ટધર શિષ્ય પ્રદ્યોતનસુરિ એકવાર વિહાર કરતા નાડેલ ગયા. માનદેવે તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને ગીતાર્થ થતાં ગુરૂએ તેને સૂરિપદ આપીને “માનદેવસૂરિ ' નામના આચાર્ય બનાવ્યા. માનદેવસૂરિના તપ અને બ્રહ્મચર્યના પ્રભાવથી વશ થઇને જયા-વિજયા નામની બે દેવિયે તેમના દર્શનાર્થે આવતી હતી. આ સમયમાં તક્ષશિલા એક ધર્મક્ષેત્ર હતું. ત્યાં 500 જૈન ચેત્યો હતાં અને મહેટી સંખ્યામાં જૈન સંઘ વસતો. એ સિવાય અન્યધર્મના દેવમંદિરોની સંખ્યા પણ હેટા પ્રમાણમાં હતી. આ જન-ધનથી સમૃદ્ધ નગરીમાં તે અવસરે ભયંકર મહામારી ફાટી નિકલી હતી, આ રોગમાં સપડાયેલની પાસે જે કઈ જતું તે તે પણ એ રોગને ભોગ થઈને પટકાતું હતું. એથી મુદડાને કાઢવું તે શું પણ માંદાની પણ કોઈ સાર નહોતું કરતું. નગરની બહાર મુડદાઓના ઢગલા ખડકાઈ ગયા હતા અને ઘરમાં પણ મુડદાં ગંધાઈ રહ્યાં હતાં. બધાં દેવમંદિરે અપૂજ પડયાં હતાં. આ મહામારીના પ્રકૅપમાં જૈન સંઘને કેટલોક ભાગ કાલને ગ્રાસ બની ગયો હતો, પણ જે બચ્યો હતો તે દેહરાસરમાં ભેગે થઈને વિચાર કરવા લાગ્યો કે શું આતે પ્રલયકાલ આવી પહોંચ્યો છે ? કપદી, અખ અને બ્રહ્મશાન્તિ યક્ષ આજે કયાં ગયા ? અફસ ! શાંતિના સમયમાં તો શાસનદેવ પિતાને પરચો બતાવે છે; પણ આજે તે બધા ક્યાં છે? સંધ ઉપર પ્રમાણે નિરાશ થઈને કિં કર્તવ્ય મૂઢ બનીને બેઠા છે તે જ સમયે શાસનદેવીએ આકાશવાણી કરી કે આ ઑછોના બલવાન વ્યક્તએ કરેલો ઉત્પાત છે. તેથી આમાં અમારો કોઈપણ ઉપાય નથી; પણ હું સંધરક્ષાને એક ઉપાય બતાવું છું અને તે આ કે આજકાલ નાડોલ (મારવાડના ગોડવાડ પ્રાન્તમાં ) નગરમાં આચાર્ય માનદેવસૂરિ વિચરે છે તેમને અહીં બોલાવી તેમનું ચરણોદક જે તમારા મકાનને છાંટો તે આ પદ્રવ શાન્ત થઈ જાય; પણ આજથી ત્રીજે વર્ષે આ નગરને તુરૂષ્કાર ભંગ થવાનું છે માટે ઉપદ્રવ શાન્ત થયા પછી અહીંથી બીજા નગરમાં ચાલ્યા જવું યોગ્ય છે. દેવાદેશ પ્રમાણે તક્ષશિલાના સંઘે વીરચન્દ્ર નામના શ્રાવકને નાડોલ માનદૈ ધરિને વિનંતિ કરવા મોકલ્યો. વીરચન્દ્ર જે વખતે નાડોલ પહોંચ્યો તે વખતે મધ્યાહન સમય હતા. માનદેવસૂરિ અંદરના ઓરડામાં ધ્યાનમાં બેઠા હતા અને જયા-વિજ્યા દેવિયો એરડામાં એક ખૂણામાં બેઠી હતી. વિરચન્દ્ર અંદર ગયો પણ આ દશ્યથી તેનું મન સાઁક થઈ ગયું. અકાલ સમયમાં એકાન્ત સ્થલે સ્ત્રીયોને જોઇને વચન્દ્રને માનવસરિના ચાસ્ત્રિી , વિષે શંકા થઇ અને તે અવજ્ઞાપૂર્વક નમસ્કાર કરીને બેસી ગયા. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust