________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અંચલગચ્છની બહત્પટ્ટાવલીમાં એમને વૃદ્ધ ભોજના સમસામયિક જણાવીને વિ૦ નં૦ 288 માં ઉજ્જયિણીમાં સ્વર્ગવાસી થયા જણાવ્યા છે. ઉપર પ્રમાણે પટ્ટાવલિન મતથી માનતુંગરિ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદીમાં થયાનું સિદ્ધ થાય છે, ત્યારે પ્રસ્તુત નિબન્ધમાં લખ્યા પ્રમાણે એમને સમય વિક્રમને સાતમા સૈકે સિદ્ધ થાય છે. આમ એ આચાર્યના અસ્તિત્વ સમય વિષે 300-350 વર્ષની ભૂલ જણાઇ આવે છે. ૧૫મા પટ્ટધર પ્રસિદ્ધ આર્યવજનો સ્વર્ગવાસ વી સં૫૮૪ ( વિસં૧૧૪) માં થયો હતો. તે 21 મા પટ્ટધર માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદી પછી તો નહિ જ સંભવે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે જે માનતુંગસૂરિ 21 મા પટ્ટધર જ હોય તો તે શ્રીહર્ષ અને તેના સભાપડિત મયૂર અને બાણના સમસામયિક કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન એ છે કે 21 મા પટ્ટધર માનતુંગસૂરિ અને પ્રસ્તુત પ્રબન્ધવર્ણિત માનતુંગસૂરિ એક નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હશે એમ જણાય છે. આ બંનેને ભિન્ન ભિન્ન માનવાનું કારણ સમયભિન્નતા તો છે જ. પણ એ સિવાય બીજા પણ આન્તર કારણે પ્રબન્ધમાંથી મળી આવે છે. તે આ કે 21 મા પટ્ટધર માનતુંગસૂરિ માનદેવસૂરિના પટ્ટધર શિષ્ય અને વીરાચાર્યના પદગુરૂ હોવાનું પટ્ટાવલિમાં વર્ણન છે. ત્યારે આ પ્રસ્તુત માનતુંગસૂરિને જિનસિંહસૂરિના પટ્ટધર શિષ્ય અને ગુણકરસૂરિના પદગુરૂ જણાવ્યા છે. આથી પણ જણાય છે કે પટ્ટાવલિયાવાલા માનતુંગ અને પ્રસ્તુત પ્રબન્ધવાલા માનતુંગ એક નહિ પણ જુદા જુદા છે. પદાવલિવાળા માનતુંગની સાથે મયૂર-આણવાળી હકીકત જોડીને પદાવલિ લેખકોએ આ બંને આચાર્યોને એક માની લેવાની એક સ્પષ્ટ ભૂલ કરી છે. * પ્રબન્ધવણિત માનતુંગના દિગમ્મરાવસ્થાના ગુરૂના “ચારકીર્તિ' અને એમના પિતાના “મહાકીર્તિ " આ નામ ઉપરથી પણ એઓ છઠી સાતમી સદીના હોવાનું જ સિદ્ધ થાય છે, કારણ કે દિગમ્બર સંપ્રદાયમાં આવાં નામે બહુ પ્રાચીન કાળમાં અપાતાં ન હતાં. 2 13 શ્રી માનદેવસૂરિ છે. મા નદેવ સૂરિના જન્મ મારવાડમાં નાડોલ નગરમાં થયો હતો. એમના પિતાનું (c) નામ ધનેશ્વર શેઠ અને માતાનું નામ ધારણ હતું. એજ સમયમાં સપ્તશતી દેશમાં કરંટક (શિવગંજની પાસેનું આજ કાલનું કેરટા ) નામનું નગર હતું અને ત્યાં મહાવીરનું મંદિર હતું જેનો કારભાર ઉપાધ્યાય દેવચન્દ્રના અધિકારમાં હતો. . . . સર્વદેવસૂરિ નામના આચાર્ય વિહાર કરતા એકવાર કરંટક તરફ ગયા અને ઉપા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust