________________ શ્રી માનતુંગરિ કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીયે, અમે જે કંઈ કરીયે તે કેવળ ધર્મને માટે જ આચાર્યનાં આવાં નિરીહ વચનો સાંભળીને રાજાએ સેવકેને આજ્ઞા કરી-આમને સાંકળથી બાંધીને અંધારી કોટડીમાં પૂરી દો.” સેવકોએ રાજાજ્ઞાનું પાલન કરીને માનતુંગને અંધારી કોટડીમાં કેદ કર્યો, પણ માનતુંગસૂરિએ ત્યાં જ પોતાના પૂજ્યદેવ આદિનાથની ભક્તામર " આ શબ્દથી શરૂ થતા સ્તોત્રથી તવના કરી અને પોતે બંધન અને કેદમાંથી સ્વયં છૂટીને રાજાને જઈને મળ્યા. રાજા આચાર્યની આ અદ્દભુત શક્તિથી ઘણે પ્રસન્ન થયા, અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓને ભક્ત થયો. એકવાર માનતુંગને માનસિક રોગ થયો, તેથી તે અનશન ગ્રહણ કરવાને તૈયાર થયા; પણ ધરણેન્દ્ર નાગરાજે આપેલ 18 અક્ષરના મંત્રાસ્નાયના પ્રયોગથી તે નિરેગી થયા અને તેથી તેમણે તે 18 અક્ષરોથી ગર્ભિત ભયહર સ્તોત્રની રચના કરી કે જે હજી પણ સ્મરણ કરનારના ભયને હરે છે. માનતુંગસૂરિ પિતાની પાટે ગુણકરસૂરિને સ્થાપીને સ્વર્ગવાસી થયા. હાલ માનતુંગસૂરિને પિતાની સભામાં બેલાવનાર રાજા હર્ષને બનારસને બ્રહ્મક્ષત્રિય રાજા હોવાનું પ્રબન્ધમાં સૂચવાયેલ છે અને એની સભામાં પંડિત મયૂર અને બાણને પણ બનારસના જણાવ્યા છે, પણ આ વાત તો સુપ્રસિદ્ધ છે કે બાણ-મયૂર જૈની સભામાં હતા તે શ્રીહર્ષ થાણેશ્વરનો વસવંશી રાજા હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં શ્રી હર્ષને બનારસને રાજા લખ્યો છે, એને અર્થ એમ હોઈ શકે કે માનતુંગસૂરિની સાથે આ રાજાએ બનારસમાં મુલાકાત કરી હોય, કેમકે બનારસમાં પણ તેનું જ રાજ્ય હતું. માનતુ ગના સમકાલીન મયૂર અને બાકવિ બનારસ નિવાસી હોય તે પણ આશ્ચર્ય જેવું નથી. ગમે તેમ હોય પણ માનતુંગનો સહવાસી રાજા શ્રીહર્ષ તે બીજો કઈ નહિ પણ શીલાદિત્યનો સમકાલીન કનોજના રાજા તરીકે પ્રસિદ્ધ થાણેશ્વરને શ્રીહર્ષ જ હતો. આ રાજા બૌદ્ધધમ હોવા છતાં બ્રાહ્મણ અને જૈનશ્રમણોને ઘણે સત્કાર કરતો હત; એમ ચીનપરિવ્રાજક હુએનસાંગના લખેલા વિવરણ ઉપરથી જણાઈ આવે છે. પ્રબન્ધમાં માનતુંગસૂરિના સમયને નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષને રાજત્વ સમય વિ. સંવત 66 3 થી વિ. સં. 704 સુધીમાં ગણાય છે. તેથી માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની સાતમી સદીને ઉત્તરાર્ધ ભાગ લેવો જોઈએ. પટ્ટાવલિયામાં ભક્તામર સ્તોત્રના કર્તા આ માનતુંગસૂરિને ઉજ્જયિનીના વૃદ્ધ ભોજના સમાનકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમે સેંકે (સં. 631) છે, એટલે માનતુંગસૂરિ સાતમી સદીના આચાર્ય હેવાને જ વિશેષ સંભવ છે. આ પણ વર્તમાન જૈન ગની પટ્ટાવલિયાના લેખ પ્રમાણે એ આચાર્ય વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, કેમકે પટ્ટાવલીમાં આમને 21 મા પટ્ટધર આચાર્ય તરીકે વર્ણવ્યા છે. એટલું જ નહિ પણ એમને વીર સંવત 826 ની આસપાસના સમયમાં થયા જણાવ્યા છે. આ હિસાબે એમને સમય વિ. સં. 356 ની આસપાસમાં આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust