________________ શ્રી બપ્પભદિસરિ. મૌખરી યશવમના સમયમાં ગૌડવોના કવિ વાકપતિના અસ્તિત્વ વિષયક હકીકત ખોટી માનવી પડશે. અને જે વાપતિ મૌખરી યશોવર્માને જ આશ્રિત વિક્રમની આઠમી સદીને પંડિત હતા એમ નિશ્ચિત માની લેવામાં આવે તે બપ્પભદિ અને આમરાજના સમયમાં વાફપતિની હયાતી સૂચક હકીકત કલ્પિત અથવા ભલતી છે એમ માનવું જોઈએ. ગમે તેમ હે પણ એ વિષય સંશોધકોએ વિચારો જોઈએ છે. આમરાજે કાજમાં અને ગવાલિયરમાં જૈન મંદિર બંધાવ્યાં હતાં, વળી ધર્મ પિતાના પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરાવવા માટે ગવાલિયર પાસે આવ્યો હતો અને આમ પણ બપભદિસૂરિની સાથે એજ સ્થળે આવ્યો હતો અને આ સ્થાનને આમના રાજ્યની સરહદ હોવાનું પણ ત્યાં જણાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ગવાલિયર સુધી આમનું રાજ્ય હતું. આમનું બીજું નામ નાગાલાક હતું. પણ ઇતિહાસમાં એના વિષે કંઈપણ હકીકત મળતી નથી. આમના વિરોધી ધર્મને લખનઉની આસપાસના પ્રદેશને રાજા માનીને લખનઉને તેની રાજધાની લક્ષણાવતી માની લેવાની કલ્પના કરીએ તે કંઈક બંધ બેસે ખરી, પણ ધર્મને ગૌડ દેશને રાજા લખેલ હોવાથી આ કલ્પના કરતાં કંઈક સંકેચ થાય છે. આમે રાજગિરિના રાજા સમુદ્રસેનના ઉપર ચઢાઈ કરવા અને રાજગિરિને કિલ્લો સર કરવાનું વર્ણન પ્રબન્ધમાં જણાવ્યું છે, પણ ઇતિહાસમાં આ સમુદ્રસેનને કંઇ પત્તો નથી. આમના પુત્ર દુન્દુક અને પૌત્ર ભોજ વિષે પણ ઇતિહાસમાં કંઈ પણ ઉલ્લેખ વાત નથી. ભેજનું મોસાલ પાટલીપુરમાં હોવાનું પ્રબ ઉપરથી જણાય છે, પણ પાટલીપુત્રમાં તે વખતે કેનું રાજ્ય હતું તે જણાયું નથી. બપ્પભદિના હરીફ અને પછીથી મિત્ર બનેલ બૌદ્ધાચાર્ય વનકુંજરને પણ ઇતિહાસમાં કયાંઈ પરિચય મળતો નથી. બપ્પભદિને સમય શિથિલાચારને હતો, અને બપ્પભઢિ તેમજ એમના ગુરૂભાઈએ પ્રાયઃ સવારીને ઉપયોગ કરતા હતા. એમ પ્રબન્ધમાં બતાવેલા અનેક પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે. છતાં એમણે રાજાને પક્ષમાં રાખીને જૈન સમાજને જે ઉપકાર કર્યો છે. તે ખરેખર અનુમોદનીય છે. બપ્પભદિના આમાં જણાવેલ ચરિત્ર ઉપરથી જણાય છે કે તેમણે પિતાનું જીવન રાજાઓની સોબતમાં જ ગાળ્યું હતું અને એ જ કારણે એમનું “રાજપૂજિત’ એવું ઉપનામ પડયું હતું. - બપભટિએ સાહિત્ય નિર્માણમાં પણ પિતાને સારે ફાળો આપ્યો હતો, એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, તેમણે સાહિત્ય વિષયક બાવન પ્રબો બનાવ્યા પ્રબધમાં ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબન્ધ “તારાગણ” નામ હતું. પ્રસિદ્ધ જૈન કવિ ધનપાલે તિલકમંજરીમાં જે ભદ્રકીર્તાિના “તારાગણ' નામના ગ્રંથો ઉલ્લેખ કર્યો છે, તે આજ બપભદિકૃત " તારાગણ” સમજવાનું છે, કેમકે ભદ્રકાતિ એ બપ્પભદિનું જ ગુરૂદત્ત નામ હતું T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust