________________ શ્રી પ્રભાવકચરિત્ર. આ અનુમાન થાય છે કે આમને પિતા યશોવર્મા પ્રથમ ગવાલિયર તરફનો મૌર્યવંશી રાજા હોય અને મૌખરી યશોવર્મા પછી કનોજને પણ તે રાજા થયો હોય તે નવાઈ જેવું નથી. ગૌદશને રાજા ધર્મ આમરાજાને પ્રતિસ્પર્ધી હોવાનું વર્ણન પ્રબન્ધમાં આવે છે અને પાછળથી આ બંને રાજાઓને આપસમાં સંધિ થયાનું પણ પ્રબંધ ઉપરથી સિદ્ધ થાય છે. આ ધર્મરાજાના વંશ વિષે કંઈ પણ ઉલ્લેખ નથી; પણ એમ જણાવ્યું છે કે એ ગૌડ દેશનો રાજા હતો અને એની રાજધાનીનું નામ " લક્ષણાવતી ' હતું, આ ધર્મ કેણ ? તે આપણે જાણતા નથી, ગૌ દેશમાં પાલવંશનો 4 થો રાજા “ધર્મપાલ” નામનો થઈ ગયો છે ખરે; પણ તેને આ " ધર્મ " માની લેવો ઠીક નથી, કારણ એક તો આને સત્તા સમય ઠીક બેસતો નથી, જનરલ કનીગહામના મત પ્રમાણે ધર્મપાલનો સમય વિત સં૦ 887 થી 905 સુધીમાં હતો અને રાજેન્દ્રલાલમિત્રની ગણના પ્રમાણે એને શાસન કાલ વિ. સં૦ 932 થી ૯૫ર સુધીમાં હતા, જ્યારે આમના વિરોધી ધર્મને રાજત્વકાલ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં આવે છે, વલી પાલવંશી રાજાઓની રાજધાની “દંતપુરી’ હતી. ત્યારે આ ધર્મની રાજધાની લક્ષણવતી હતી એમ પ્રબંધમાં જણાવ્યું છે. આ પ્રમાણે સમય અને સ્થાન ભિન્ન હોવાથી આ ધર્મ પ્રસિદ્ધ ધર્મપાલનો પૂર્વવત બીજે ધર્મ, હોય એમ લાગે છે. પ્રબન્ધમાં વાકપતિરાજની બાબતમાં પ્રબંધકારે એક નવી હકીકત જણાવી છે, તે આ કે “ગૌડવહો ' કાવ્યને પ્રસિદ્ધ કવિ વાસુપતિરાજ યશોવર્માને આશ્રિત નહીં પણ ગેડદેશના રાજા ધર્મને ગ્રાસગી વિદ્વાન હતો, પણ યશોવર્માએ ધર્મને યુદ્ધમાં મારીને વાપતિને કેદ કર્યો હતો જેથી યશોવર્માની પ્રશંસામાં " ગઉડવહે " કાવ્ય બનાવીને વાક્ષતિએ પિતાને પિંડ છેડાવ્યો હતો અને તે પછી તે કનોજમાં આવીને આમની સભામાં રહ્યો હતો. આજની માન્યતા પ્રમાણે તે વાપતિરાજ વિ. સં. 797 માં કાશમીરના લલિતાદિત્યના હાથે મરનાર યશોવર્માને આશ્રિત કવિ હોય તો સં. 800 માં જન્મેલ આચાર્ય બપ્પભટિ અને તેમના મિત્ર આમરાજનો સમકાલીન થઈ શકે કે કેમ? એ વિચારણીય છે. યશવમએ ધર્મ ઉપર ચઢાઈ કરવાનો અને વાપતિને કેદ કરવાનો પ્રસંગ બપ્પભક્ટિ અને આમની ઉત્તર જીન્દગીમાં બનેલો પ્રસંગ હોય એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, - આથી વાફપતિરાજ જે આમની સભામાં આશ્રય લેનાર વિદ્વાન હોય તો આને પ્રથમ આશ્રયદાતા ધર્મ અને એને કેદ કરનાર યશોવર્મા એ બંને પુરૂષો પ્રસિદ્ધ ધર્મપાલ અને મૌખરી યશોવર્માથી જુદા જ હેવા જોઈએ. પણ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે ધર્મને લડાઈમાં મારીને વાપતિને કેદ કરનાર યશોવર્મા આમરાજાને સમકાલીન હતા. હવે એ જોવાનું છે કે આમનો પિતા મૌર્ય યશવમ તે પૂર્વે કાલ કરી ગયો હતો અને મૌખરી યશોવર્મા તેની પણ પૂર્વે મરણ પામ્યો હતો તો પછી ધર્મની ઉપર ચઢાઈ કરીને વાપતિને કેદ કરનાર આ યશોવર્મા , કયો ? એ વિચારણીય વાત છે, જે ખરેખર આ યશવર્માને જુદા જ માની લેવામાં આવે છે , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust