________________ શ્રી બપભટિરિ. 65 બેલાવીને બપ્પભદિની પાસે બેસાડયા અને તે પછી નન્નસૂરિને મેહેરે મોકલ્યા અને ગેવિજસૂરિને પિતાની પાસે કનોજમાં રાખ્યા. પ્રબંધકાર લખે છે કે આમના પૌત્ર આ ભેજરાજે આમથી પણ વધારે જૈન ધર્મની વૃદ્ધિ અને ઉન્નતિ કરી હતી. આચાર્ય બપ્પભદિ કે જે ભદ્રકીતિ વાદિકુ જરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઈત્યાદિ અનેક નામે અને બિરુદથી પ્રસિદ્ધ હતા જૈનશાસન-ક્ષીરસમુદ્રમાં કૌસ્તુભ મણિ સમાન પાક્યા. પ્રસ્તુત બપ્પભક્ટિ પ્રબન્ધની મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન ઉપર પ્રમાણે છે. આમાંની કેટલીયે ઘટનાઓ ઇતિહાસમાં નવાં પ્રકરણો ઉમેરનારી છે અને એજ હેતુથી અમોએ આ સ્થળે તેને સંક્ષેપ સાર જણાવ્યો છે, જે ઈતિહાસ સંશોધકે આ વિષયમાં પિતાનાં અનુસંધાને લંબાવશે તો તેમને કેટલુંયે નવું જાણવાનું મલશે. સૂરપાલને પરિચય આચાર્ય સિદ્ધસેને પૂછો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું પંચાલ દેશના બમ્પને પુત્ર છું. આ ઉપરથી બપ્પભદિની જન્મભૂમિ પંચાલદેશ ( કુરુક્ષેત્રથી પૂવને પ્રદેશ ) હોવાની કલ્પના થઈ શકે, પણ વાસ્તવમાં તેમ જણાતું નથી. એમનાં માતાપિતા જે ગામમાં રહેતાં હતાં તે ગામ પાલણપુર એજન્સીમાં ધાનેરા ગામની પાસેનું ડુવા છે. તેથી બપભદિનું જન્મસ્થાન પણ એજ ગામ હોવાનો સંભવ છે. એમની જાતિ પાંચાલ હોય અને તેથી સૂરપાલે (બપભદિનું ગૃહસ્થાવસ્થાનું નામ ) પિતાને પંચાલદેશ્ય કહ્યા હોય તે સંભવિત છે. આજે પણ ગુજરાતમાં કેટલાક લોકે પિતાને “પાંચાલ ' એ જાતિગત નામથી ઓળખાવે છે. " સૂરપાલ” એ નામ અને શત્રુઓનો નાશ કરવાની હકીકત ઉપરથી બપ્પભદિ પાંચાલ જાતિના રાજપૂત હતા એમ જણાઈ આવે છે. ' બહ્મદિના ગુરૂ સિદ્ધસેનસૂરિ મેઢગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમનાં ગચ્છનાં ચૈત્યો પાટલા ( શંખેશ્વર પાસે પાડલ) મોઢેરા અને પાટણ વિગેરેમાં હતાં. આમરાજ પોતે પિતાને કનોજના મૌર્યવંશી રાજા યશોવર્માના પુત્ર તરીકે ઓળખાવે છે અને પોતાની માતાનું નામ તે " સુયશા” જણાવે છે. આ વૃત્તાન્ત વિદ્વાનોએ પરીક્ષાની કસોટીએ ચઢાવીને તપાસવું જોઈએ છે, કેમકે તે સમયથી કંઈક પૂર્વકાલમાં કનોજમાં મૌખરીવંશનું રાજ્ય હતું તે આમના પિતાના સમયમાં (સં. 797 પછી ) ત્યાં મૌર્ય વંશનું રાજ્ય થયું હતું એમાં કંઈ પ્રમાણ છે? પ્રબંધકારના કહેવા પ્રમાણે તે વખતે આમના પિતા યશોવર્મા કનાજના રાજ્યસન . ઉપર વિદ્યમાન હતા, પણ વર્તમાન ઇતિહાસ ઉપરથી જણાય છે કે કનોજનો યશોવર્મા વિ. સં. 797 માં જ કાશ્મીરના રાજા લલિતાદિત્યના હાથે મરણ પામ્યો હતો. તે શું આ મૌખરી યશોવર્મા પછી પ્રસ્તુત આમને પિતા મૌર્ય યશોવર્મા તે કનોજનો રાજા ન થયું હોય ? કારણ કે પ્રસિદ્ધ મૌખરી યશોવર્માનું મૃત્યુ લલિતાદિત્ય સાથેની લડાઈમાં થયાનું જણાવવામાં આવે છે જ્યારે આમના પિતા યશોવર્માનું મરણ સ્વાભાવિક રોગથી થાય છે. આમને ગવાલિયર (માલવા) ઉપર પણ અધિકાર હોવાનું જણાય છે તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust