________________ શ્રીપ્રભાવક ચરિત્ર. wwww www કર્યો. અને તે પછી બપ્પભદિસૂરિ અને દિગમ્બરાચાર્યો વચ્ચે એ તીર્થ સંબધી શાસ્ત્રાર્થ થયો, અને બપ્પભદિને પક્ષ પ્રબળ ઠરતાં આમનો વેતામ્બર જૈન સંઘ પ્રથમ ઉપર ચઢયો. અને ત્યાં નેમિનાથથી તથા પિંડતારકમાં, માધવદેવમાં અને શંખધારમાં દામોદર હરિની પૂજા કરી. ગિરનારથી ઉતરીને આમ દ્વારકા થઈને સેમેશ્વર (પ્રભાસ) પાટણ ગયો અને ત્યાં સુવર્ણપૂજા પૂર્વક અનર્ગલ દાન કર્યું. ' - આ તીર્થોમાં ફરીને આમ પાછો પિતાના નગરમાં ગયો, અનેક ધર્મસ્થાન કરાવ્યાં અને છેવટે વૃદ્ધાવસ્થાએ પહોંચતાં પોતાના પુત્ર દુંદુકને રાજ્યના ઉત્તરાધિકારી બનાવી રાજા પ્રજાને છેલ્લી શીખામણ દઈને તેણે ગંગાને કાંઠે આવેલ માગધતીર્થ તરફ પ્રયાણ કર્યું, અને નાવમાં બેસીને બપ્પભદિની સાથે આમ આગળ જતો હતો તેટલામાં તેને ગંગામાંથી ધૂમાડો નીકળતો જણાયો. પાસેનું સ્થાન કર્યું છે તે પૂછતાં જણાયું કે તે મગટાડા નામનું ગામ છે. પ્રથમથી જ આમનું મરણ મગટોડા પાસે થવાનું છે, એ વાત તેને રાજગિરિમાં યક્ષે કહેલ હોવાથી તેને પોતાના મરણનો નિશ્ચય થઈ ગયો. બપભટ્ટિએ આમને તે વખતે જૈન ધર્મનાં સ્વીકારની પ્રેરણ કરી અને તેણે પણ તેને સ્વીકાર કરી મનમાં નમસ્કાર મંત્રનો જાપ કરવા માંડયો, અને સં. 890 ના ભાદરવા સુદિ 5 શુક્રવાર અને ચિત્રા નક્ષત્રમાં દિવસના ચોથા પહેરમાં શાન્તિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. આમનું મૃત્યુકાર્યા તેના જાતિભાઈઓ પાસે કરાવીને બપ્પભદિ પાછા કનોજ આવ્યા. - દુન્દુક રાજાનું વર્તન સારૂં ન હતું, તે કંટી નામની એક વેશ્યાના મેહમાં ફસી ગયો હતો. દરેક કાર્ય વેશ્યાની સલાહ પ્રમાણે થવા લાગ્યું, અને એટલા સુધી મામલો બગડી ગયો કે તેના પુત્ર ભોજકુમારના ખૂનનાં કાવતરાંની વાત થવા માંડી. દુંદુકની રાણીએ આ આન્તરિક ખટપટોની ખબર પિતાના ભાઈઓને આપી જે ઉપરથી પુત્રજન્મના ઉત્સવના બહાને તેઓ ભેજરાજને પોતાને ત્યાં પાટલીપુત્ર લેઈ ગયા. ભેજ ગયા પણ પાછો આવ્યો નહિ, આથી દુંદુકે બપભદિને તકાદો આપવા માંડયો કે તેઓ કાઈ રીતે ભેજને બોલાવી લાવે. આચાર્યો તેને ભલતા ઉત્તર આપીને લગભગ 5 વર્ષ કાઢી નાખ્યાં પણ દુંદુકે તેને કેડો છો નહિ અને વધારે દબાણ કર્યું. આ ઉપરથી બમ્પભદિ પણ અનશન કરીને સં. 895 ના શ્રાવણ શુદિ 8 અને સ્વાતિ નક્ષત્રને iદવસે 95 વર્ષની અવસ્થામાં સ્વર્ગવાસી થયા. - એકવાર ભેજકુમાર અણચિન્તવ્યો પિતાના મામાઓ સાથે કનોજ ગયો, અને માળીએ ભેટ આપેલ ત્રણ બીજેરાનાં ફળો લઇને તે મહેલમાં ગયે. અંદર જતાં જ કંટિકાનિ પાસે બેઠેલ દુંદુકની છાતીમાં ફળોના પ્રહારો કરીને તેનું ખૂન કર્યું; અને કનોજનું રાજ્યાન પોતાના અધિકારમાં લીધું. ભોજે રાજ્યગાદી હાથ કર્યા પછી એક દિવસ આમવિહાર નામના જૈન ચૈત્યમાં દર્શનાર્થે ગયો, ત્યાં બપ્પભદિના બે શિષ્યો રહેલ હતા જેમણે વિદ્યાવ્યાક્ષેપથી રાજાનો ઉચિત આદર ન કર્યો, એથી રાજાએ ગુજરાતમાંથી નગ્નસૂરિ અને ગોવિન્દરિને ત્યાં HTTTTTTT TTTTTTTTTTTTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust