SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બપ્પભદિસૂરિ. રાજાનાં આ વચનને બપ્પભદિએ હૃદયમાં કોતરી લીધાં અને તે પછી તરત જ તેમણે મથુરા તરફ વિહાર કર્યો અને વરાહ સ્વામીના મંદિરમાં અન્તિમ સમય વિતાવતા વાક્ષતિરાજને જૈન ધર્મનો ઉપદેશ આપીને જૈન બનાવ્યો. વાસ્પતિને જૈન ધર્મની શ્રદ્ધા થતાં જ તે વરાહ મંદિરથી ઉઠીને ભગવાન પાર્શ્વનાથના સ્તૂપના મંદિરમાં આવ્યો અને ત્યાં આવીને જૈન સાધુનો વેષ ધારણ કરીને અનશન ધારણ કર્યું. અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં 18 દિવસે આયુષ્ય પૂર્ણ કરીને તે સ્વર્ગવાસી થયે. બપ્પમદિએ ત્યાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી “જયતિ જગદ્રક્ષાકર ' ઇત્યાદિ પઘોથી શાન્તિદેવતાની સ્તુતિ કરી, જે સ્તવ હજી પણ વિદ્યમાન છે. વાપતિને પ્રતિબંધ કરીને બપ્પભદિ પાછા કને જ ગયા. આમે પોતે આ આશ્ચર્ય કારક બનાવથી તેમની ઘણી પ્રશંસા કરી, જે ઉપરથી આચાર્યે કહ્યું-“ જ્યાં સુધી તમને પ્રતિબંધ ન થાય ત્યાં સુધી અમારી શક્તિની પ્રશંસા કેવી?” આમે કહ્યું-હું બોધ પામે છું કે તમારે ધર્મ સત્ય છે, છતાં મને શિવધર્મનો ત્યાગ કરતાં અધ્ય દુઃખ થાય છે; માટે તેને મૂકી શકતો નથી. એક દિવસે એક ચિત્રકાર રાજાનું ચિત્ર, પટ ઉપર ચિતરીને સભામાં આવ્યો; પણ રાજાએ તેની કદર ન કરી, ત્યારે બપ્પભદિએ તેની કળાની પ્રશંસા કરીને રાજા પાસેથી લાખ ટકાનું ઇનામ અપાવ્યું. પ્રસન્ન થયેલ ચિત્રકારે મહાવીરની મૂત્તિવાળા 4 ચિત્રપટ તૈયાર કરીને બપ્પભદિને અપ ણ કર્યા. બપ્પભદિએ પણ તે પટેની પ્રતિષ્ઠા કરીને તેમાંથી એક કનોજના જૈન મંદિરમાં, એક મથુરામાં, એક અણહિલપાટણમાં અને એક સતારકપુરમાં મૂકે, તેમાં પાટણમાં મૂકેલો પટ મુસલમાનોએ પાટણને ભંગ કર્યો ત્યાં સુધી ત્યાંના મોઢગચ્છના જૈન ચૈત્યમાં વિદ્યમાન હતો. બપ્પભદિએ વિદ્યાર્થીઓ અને કવિઓના હિતાર્થે “તારાગણ' આદિ બાવન પ્રબન્ધની રચના કરી હતી. એકવાર આમરાજે સમુદ્રપાલના રાજગિરિના કિલ્લા ઉપર ચઢાઈ કરી અને વર્ષો સુધી ઘેરે રાખ્યો, છતાં કિલ્લા ઉપર તેને અધિકાર ન થયો. છેવટે બપભદિની સલાહથી આમના પુત્ર દુદુકકુમારના બાલપુત્ર ભેજને આગળ કરીને લડાઈ કરતાં કિલાના દરવાજા તુટ્યા અને આમને રાજગિરિ ઉપર કબજે થયે અને સમુદ્રસેન ધર્મના દ્વારથી બાહર નિકળ્યો. એ પછી આમ શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવાને નિકળ્યો, તીર્થોમાં ફરતો તે ગિરનારની તલાટીમાં આવ્યો, તે ત્યાં પૂર્વે આવીને પડાવ નાખી રહેલા 11 રાજાઓને 10000 ઘેડાઓની સેના સહિત જોયા, એમની સાથે 11 દિગમ્બરાચાર્યો હતા. આ લોકોએ પ્રથમ આવ્યા હોવાથી અને તીર્થની માલીકી દિગમ્બરોની છે એમ જણાવીને આમરાજને પ્રથમ ઉપર ચઢતાંને રોકવાની ચેષ્ટા કરી જેથી અમે તે સર્વને લડાઈને માટે તૈયાર થવા જણાવ્યું, પણ બપ્પભષ્ટિએ ધર્મનિમિત્તે આવી સંહારક લડાઇઓથી દૂર રહેવા જણાવ્યું; અને વેતામ્બર-દિગમ્બર આચાર્યોએ જ આ ઝગડાને નિવેડો લાવવાનો નિશ્ચય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy