________________ શ્રી પ્રભાવક ચરિત્ર. હતો. છતાં એક કારણથી તે બપ્પભદિને વિષે સશક હતો, અને તે કારણ એટલું જ કે બપ્પભદિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પિતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જે આજ પોતે બપ્પભટ્ટિને રાખે અને પાછળથી આમના બેલાવ્યાથી એ ચાલ્યા જાય તો પોતાનું અપમાન થાય, આ કારણથી તેણે વાકપતિરાજને કહ્યું કે તમે બપ્પભદિને પૂછી લ્યો કે “જે આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ " આ શરત થઈ શકે તેમ છે ? વાકપતિરાજે રાજાને વિચાર બપ્પભદિસૂરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે “જ્યાં સુધી આમ રાજા પોતે અત્રે આવીને અમને નહીં બોલાવે ત્યાં સુધી અમે કનોજ નહિ જઈએ.' આમના પાસેથી બપ્પભટિને ગયાને કેટલોક સમય નિકળી ગયો છતાં આમને તેઓ કયાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભદિના ખરા સમાચાર મલ્યા, તે ઉપરથી તેણે પોતાના પ્રધાન આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યો તેમને સાફ કહી દીધું કે જ્યાં સુધી આમ રાજા પિતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીયે નહિ. આ હકિકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયે અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ટી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યો એટલે સુધી શ્લેષોક્તિમાં કહી દીધું કે “આ તારે શત્રુ બીજે રાજા છે.' પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઈ ખબર પડી નહિ. જ્યારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછ્યું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બપ્પભદિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપ્પભક્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઇને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયે ઉપર સવારી કરીને કનોજ જઈ પહોંચ્યા. આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પોતાને એક સાધુ બપ્પભદિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભક્ટિ મેઢે ગયા, સિદ્ધસેને ગ૭ની વ્યવસ્થા બપ્પભક્ટિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા. થોડા સમય પછી બપ્પભદિએ પોતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસૂરિ તથા નન્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાન સાથે કનોજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિદગીમાં તત્પર થયા. . કહે છે કે એકવાર આમરાજે બપભદિની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભદિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જ્યારે આમે જાણું ત્યારે તે આચાર્યને વધારે પ્રશંસક અને ભક્ત બન્યો. - એક વાર ગૌડદેશના રાજા ધર્મો આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે “તમો હારી પાસે આવીને છળ વચનેથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust