________________ શ્રી બપ્પભદિસરિ. 59 રાજાએ અપૂર્વ મહોત્સવ પૂર્વક હાથીની સ્વારીએ બપ્પભદિને નગરપ્રવેશ કરાવ્યો, અને રાજસભામાં જતાં રાજાએ તેમને બેસવા માટે સિંહાસન આપવા માંડયું; પણ બપ્પભષ્ટિએ આમ કહીને તે ઉપર બેસવાને નિષેધ કર્યો કે આચાર્યપદ પ્રાપ્ત થયા સિવાય અમે એ સિંહાસન ઉપર બેસી નહિ શકીયે. આથી રાજાએ તેમના માટે બીજું યોગ્ય આસન મંગાવ્યું પણ રાજાને આથી સંતોષ થયો નહિ. . કેટલાક સમય પછી આમે પોતાના પ્રધાનની સાથે બપભદિને પાછો ગૂજરાત તરફ વિહાર કરાવ્યો. સર્વે મોઢેરે પહોંચ્યા અને રાજા તરફથી પ્રધાનોએ આગ્રહપૂર્વક બપ્પભદિને આચાર્યપદ માટે વિનતિ કરી, આચાર્ય સિદ્ધસેનસૂરિએ પણ બપ્પભટિની ગ્યતા અને રાજાના આગ્રહને ધ્યાનમાં લઈ વિ. સંવત 811 ના ચિત્ર વદિ 8 ના દિવસે બપ્પભદિને આચાર્યપદ આપ્યું અને તે પછી પોતાની ઈચ્છા ન છતાં આમના પ્રધાનોના આગ્રહથી બપ્પભટ્ટસૂરિને કનોજ તરફ વિહાર કરાવ્યો. નિરંતર પ્રયાણ કરતાં આચાર્ય કનોજ પહોંચ્યા અને રાજાએ હસ્તીની સ્વારીએ તેમને પ્રવેશ કરાવ્યો, અને પિતાના મહેલમાં લઈ જઈ ગાદી બિછાવેલા સિંહાસન ઉપર તેમને વિરાજમાન કર્યા, રાજા તરફના આ અતિ સકારથી કને જન જૈન સંઘ ઘણે હર્ષિત થયે. આચાર્ય બપ્પભદિએ આમને ધર્મોપદેશ પ્રસંગે જૈન ચૈત્ય કરાવવામાં ઘણો લાભ બતાવ્યું જેથી રાજાએ કનોજમાં 101 હાથની ઉંચાઈવાળું જૈન ચૈત્ય બનાવરાવીને તેમાં 18 ભાર સુવર્ણની પ્રતિમાની બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ સિવાય આમે ગવાલિયરમાં 23 હાથ ઉંચું મહાવીર જિનનું મંદિર કરાવી તેમાં લેપ્યમય જિનપ્રતિમાની સ્થાપના કરી. કહે છે કે આ ચિત્યના એક મંડપમાં એક ક્રોડ સુવર્ણ ટકાને ખર્ચ થયો હતો. - એક વાર બ્રાહ્મણોની વાતે લાગીને આમરાજાએ બપ્પભદિને બેસવા માટે સિંહાસનને સ્થાને સામાન્ય આસન મંડાવીને કંઈક મનભેદ બતાવ્યો. પણ પાછળથી તેણે પૂર્વની માફક જ આદર બતાવ્યો. એકવાર બપ્પભદિની કવિતામાં કંઈક શૃંગારનું પિષણ જોઈ રાજાએ તેમના ઉપરથી મન ખેંચી લીધું, આચાર્યો રાજાને મનભેદ જાણ્યો એટલે બીજે જ દિવસે ત્યાંથી છાની રીતે ચાલી નીકળ્યા, આમે બીજે દિવસે આચાર્યની બાબતમાં પૂછયું, પણ આચાર્ય સંબધી કોઇએ કંઇ પણ નિશ્ચિત સમાચાર આપ્યા નહિં, તે પછી નગરદ્વારના કમાડે ઉપર બપભષ્ટિએ લખેલ એક અન્યોક્તિક કાવ્ય વાંચ્યું, જે ઉપરથી તેણે જાણ્યું કે, આચાર્ય બીજે કયાંઈ ચાલ્યા ગયા છે. બપ્પભદિસરિએ પણ કનોજથી સીધો ગૌડદેશ (મધ્ય બંગાલ ) તરફ વિહાર કર્યો અને કેટલાક દિવસે તે દેશની રાજધાની લક્ષણાવતી આવી પહોંચ્યા. અત્ર ધર્મરાજાને સભાપંડિત વાકપતિરાજ નામને વિદ્વાન રહેતું હતું, તેબપ્પભદિસૂરિને મલ્યો. અને તે પછી રાજા પાસે જઈ તેમનો પરિચય આપ્યો. રાજાધર્મ, બમ્પભદિના નામથી પરિચિત હતો અને આવા વિદ્વાનને પરિચય કરવા માટે તે આતુર પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust