________________ 58 શ્રી પ્રભાવક ચરિત્ર. માતા પિતા પાસે ડુવા ગામે ગયા અને આ વિલક્ષણ બુદ્ધિના ધણુ બાલકને શિષ્ય તરીકે આપવા તેના માતાપિતાની પાસે માંગણી કરી. સૂરપાલ તેનાં માતાપિતાને એક જ પુત્ર હોવાથી પ્રથમ તો કંઇક આનાકાની થઈ પણ છેવટે આચાર્યનું વચન પાછું ન ઠેલાણું, તેઓએ કહ્યું કે “જે અમ્હારા બંનેના નામોથી બનેલું આનું નામ આપવામાં આવે તે અમો એને શિષ્ય તરીકે આપીયે. આચાર્યે તેમની શરત કબૂલ કરી અને મોઢેરામાં જઈને વિક્રમ સંવત 807 માં સૂરપાલને દીક્ષા આપીને “ભકીર્તિ' એવું નામ પાડ્યું, પણ શરત પ્રમાણે તેનું બેલાતું નામ “બપ્પભદિ' રાખ્યું. બપભદિ એકવાર થંડિલ ભૂમિ ગયા તેવામાં વૃષ્ટિ થવા લાગી તેથી તે એક દેવલમાં જઈને ઉભા. તેવામાં એક સુન્દર રૂ૫ અને ભવ્ય આકૃતિવાલો પુરૂષ ત્યાં આવ્યો. દેવલમાં શ્યામ પત્થર ઉપર કોતરેલ એક પ્રશસ્તિ હતી તે આગન્તુક પુરૂષે વાંચી અને બપ્પભટ્ટિને તેનો અર્થ કરવા કહ્યું બપ્પભષ્ટિ મનિએ સ્પષ્ટ રીતે તેનો અર્થ કહ્યો. જે સાંભલીને તે પ્રસન્ન થયો. વર્ષો બંધ થતાં બપ્પભટ્ટ અને તે પુરુષ બંને ઉપાશ્રયે ગયા. આચાર્ય સિદ્ધસેને તે પુરૂષનું નામ પૂછતાં તેણે ખડીના ટુકડાથી પિતાનું નામ “આમ” આ પ્રમાણે લખ્યું. આગન્તુક યુવકના આ વિવેકથી આચાર્ય ઘણાજ પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે આને છ મહીનાનો હતો ત્યારે અમોએ રામસણમાં ( ડીસા કેમ્પથી વાયવ્ય કોણમાં આશરે 10 કશ ઉપર આવેલ એક ગામ) જોયેલ છે. પીલુડીના વૃક્ષની શાખામાં અને વસ્ત્રની ઝાલીમાં સુવાડ્યો હતો અને એની માતા પીલુ વીણતી હતી. પૂછપરછ કરતાં અમ્હારા જાણવામાં આવ્યું હતું કે “તે કનોજના મૌર્યવંશી રાજા યશોવર્મની રાણું છે અને બીજી રાણુની ખટપટના પરિણામે રાજાએ એને કાઢી મૂકવાથી આમ વન્યવૃત્તિથી જીવન ગુજારે છે.' આ ઉપરથી અમેએ તેણીને આશ્વાસન આપીને રામસણમાં ચૈત્યના અધિકારમાં રખાવી હતી અને તે પછી અમે આ દેશમાં આવી ગયા હતા, પણ પાછળથી ત્યાંના લોકોના કહેવાથી જણાયું હતું કે તે ખટપટી રાણું મરી જતાં રાજા યશવમે કાઢી મુકેલ રાણીને પાછી પિતાને ત્યાં બોલાવી લીધી છે. રૂપ, આકૃતિ અને અવસ્થા જોતાં નવાઈ નથી કે તેજ રાણીને તે બાલપુત્ર આ પુરૂષ હોય. આમ વિચારીને આચાર્યે કહ્યું - વત્સ ! આ હારા મિત્રની સાથે નિશ્ચિત્ત થઈને તું અહીયાં રહે, અને વિદ્યા–કલાનો અભ્યાસ કર' આ પ્રમાણે આચાર્યો આમને પિતાને ત્યાં રાખ્યો અને બપ્પભદિની સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિને અભ્યાસ કરાવીને વિદ્વાન બનાવ્યા. કાલાન્તરે યશોવર્માની માંદગી થતાં તેના પ્રધાનો આમકુમારને લેવા આવ્યા. આમ, આચાર્ય અને પોતાના મિત્ર બપ્પભદિની રજા લઈને કનોજ ગયા, જતાં જ યશોવર્મ રાજાએ આમને રાજ્યાભિષેક કરાવીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, તે પછી યશોવર્મા પરલોકવાસી થયા અને અમે તેનું ઔદ્ધદૈહિક કૃત્યો કરાવીને રાજ્ય ઉપર પિતાનું શાસન ચાલુ કર્યું. રાજ્યાધિકાર પામીને તરત જ આમે પિતાના પ્રધાનને ગૂજરાત બપ્પભદિને તેડવા મોકલ્યા. આચાર્ય સિદ્ધસેને પણ રાજાને અતિશય આગ્રહ જોઈને બપ્પભદિને કનેજ જવાની આજ્ઞા આપી અને નિરન્તર પ્રયાણ કરતા બપ્પભદિ મુનિ કને જ પહોંચા, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust