________________ શ્રી બપ્પભદિસરિ. પ૭ કર્યો અને જેમણે નયચક્ર ગ્રન્થની રચના કરી તે મલવાદી જુદા, અને જિનયશના ભાઈ લઘુધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલવાદી જુદા હતા. બૌદ્ધ આચાર્ય લઘુધર્મોસરને સમય વિક્રમ સંવત 904 ની આસપાસ માનવામાં આવે છે તે એના ગ્રન્થ ઉપર ટિપ્પણુ લખનાર મલવાદી અવસ્ય હી દશમી સદીના અન્તમાં જ થયા સંભવે અને આ પ્રમાણે મલ્લવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામયિક સિદ્ધ થઈ શકે છે, ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રભાવક ચરિત્રકારે જે મલવાદીનું પ્રબન્ધમાં વર્ણન કર્યું છે તે મલ્લ પ્રથમ સમજવા કે દ્વિતીય ?, આનો ઉત્તર એ છે, કે પ્રબંધમાં આપેલ વર્ણન ઘણું ખરું તો પ્રથમ મલવાદીને જ લાગુ પડે છે, કારણ કે તે સમયમાં જ ગૂજરાત કાઠિયાવાડમાં બૌદ્ધોનું વિશેષ પ્રાબલ્ય હતું, દશમી સદીમાં બૌદ્ધો આ તરફથી ઘણે ભાગે પૂર્વ તરફ ચાલ્યા ગયા હતા તેથી બૌદ્ધોની છત અને હારવાલી હકીકત જિનાનન્દના શિષ્ય પ્રથમ મલ્લની સાથે જ બન્ધ બેસે છે જ્યારે ત્રણ ભાઈ વાલી હકીકત બીજા મલવાદીની સાથે સંબદ્ધ હોય એમ જણાય છે. ગમે તેમ હો પણ મલ્યવાદી બે થયા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં. આ બંને મલ્લવાદીની ભેળસેળ થયેલી હકીકત આ પ્રબંધમાં વર્ણવાયેલી છે. હ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૐ 11 શ્રી બપભટ્ટિસૂરિ. ચાર્ય બપ્પભઢિનું ગૃહસ્થાવસ્થાનું નામ “સૂરપાલ' હતું, એમના પિતાનું નામ બમ્પ' અને માતાનું નામ “ભદિ' હતું, એમના પૂર્વજો પંચાલ દેશના રહેવાસી હોવાથી પાંચાલ કહેવાતા હતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (ઘાનેરાની પાસેનું ડવા) ગામ હતું. સૂરપાલ પિતાના પિતાથી રીસાઈને ઘરથી નીકળી પડ્યો હતો અને તે ચાલતા ચાલતા મેઢેરે ગયો હતો, આ વખતે તેની અવસ્થા કેવલ છ વર્ષ જેટલી હતી. એ સમયમાં ગુજરાતમાં પાટલપુર ( શંખેશ્વરની પાસે આવેલ આજ કાલનું પાડલ) નામનું એક પ્રસિદ્ધ સ્થાન હતું, તે પાટલપુરમાં મોઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ નામના આચાર્ય વસતા હતા. સૂરપાલ જે દિવસે મોઢેરામાં ગયો હતો તેના પહેલા જ દિવસે આચાર્ય સિદ્ધસેન પણ ત્યાં ભગવાન મહાવીરની તીર્થયાત્રા નિમિત્તે આવેલ હતા. આચાર્ય સિદ્ધસેન જિનમંદિરમાં ગયા તે જ વખતે સૂરપાલ પણ ત્યાં ગયો. આચાર્યો તેને જોઈને પરિચય પૂછતાં તેણે પોતાનું સર્વ વૃત્તાન્ત કહ્યું. આચાર્ય સિદ્ધસેને બાલકને તેની ઇચ્છા પ્રમાણે પિતાની પાસે રાખ્યો અને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. સૂરપાલની બુદ્ધિ અને સ્મરણશક્તિ ગજબની જણાઈ, તે એક જ વાર સાંભળીને શ્લોક યાદ રાખી લેતા અને એક દિવસમાં તે એક હજાર જેટલા કે મુખપાઠ કરી લેતો. સિદ્ધસેનસૂરિને આ બાલકને કઈ પણ રીતે શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ અને તેઓ વિહાર કરીને તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust