________________ 10 શ્રીમદ્ભવાદી સૂરિ. //////////////////////////// Owow 1 મલવાદીનું ગ્રહસ્થાવસ્થાનું નામ “મા” હતું, એમની માતાનું નામ દુર્લભદેવી અને મહેટા બે ભાઈઓનાં નામ “જિનયશ” અને “યક્ષ” હતાં, એઓ સંભવ પ્રમાણે વલ્લભીપુરના રહેવાસી હતા. માના મામા “જિનાનન્દ " નામના જૈન આચાર્ય હતા, તેમને ભરૂચમાં “બુધ્ધાનન્દ " નામક બૌધ્ધ આચાર્યો વાદમાં અપમાનિત કર્યા તેથી ત્યાંથી નિકળીને તેઓ વલ્લભી તરફ ગયા હતા જ્યાં તેમણે પોતાની બહેન દુર્લભદેવીને જિનયશ આદિ ત્રણે પુત્રોની સાથે જૈનધર્મની દીક્ષા આપી હતી. જિનાનન્દ પોતાના આ ત્રણે શિષ્યને ભણાવીને વિદ્વાન કર્યા, તેમાં પણ મલ્લ તો સર્વથી આગે નિકળે એ બુદ્ધિશાળી નિવડયો. એકવાર જિનાનન્દ તીર્થયાત્રામાં ગયા હતા તે વખતે નિષેધ કર્યા છતાં મલ્લે પૂર્વગત શ્રમય નયચક્ર ગ્રન્થનું પુસ્તક છોડીને વાંચ્યું, તેમાંની પહેલી કારિકા વાંચીને તે વિચારે છે તેવામાં તો તે પુસ્તક તેના હાથમાંથી મૃતદેવતાએ અદશ્યપણે ખેંચી લીધું, મલ્લઆથી ઘણું રેય પણ કંઇ વળ્યું નહિ તેથી તે ગિરિખડલ નામના પર્વતની ગુફામાં જઈને મૃતદેવતાની આરાધનામાં બેઠે. બે બે ઉપવાસ અને પારણામાં લૂખા વાલનું ભોજન કરીને મૃતદેવીની આરાધના શરૂ કીધી. ચાર માસ સુધી આ પ્રમાણે કર્યા પછી તેને પારણમાં વૃતાદિ સ્નિગ્ધ પદાર્થ આપવા માંડયું, આખરે છ માસ પર્યન્ત પરીક્ષા કરીને મૃતદેવતાએ તેને કહ્યું કે “મૂળ પુસ્તક તો નહિ મળે, પણ તેની જે એક કારિકા તે વાંચી છે તેનો વિસ્તાર કરીને તું આ નયચક્રના સારરૂપે નવું નયચક્ર બનાવી શકીશ” એ પછી મલે આરાધના સમાપ્ત કરી અને દશહજાર કપ્રમાણ નવું નયચક્ર બનાવીને તેને પ્રચાર કર્યો. જિનાનન્દસૂરિ કાલાન્તરે વલભીમાં આવ્યા અને મલ્લની વિશેષ યોગ્યતા જોઈ તેમને પોતાની પાટે આચાર્યપદે સ્થાપ્યા. અઘરાજાની સભાના વાદી શ્રીનન્દકના કહેવાથી માના હોટા ભાઈ જિયશે પ્રમાણ ગ્રન્થની રચના કરી અને વિશ્રાન્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ્ત્ર ઉપર ન્યાસ બનાવ્યો. તેજ પ્રમાણે જિનયશના ન્હાના ભાઈ યક્ષ મુનિએ અષ્ટાંગનિમિત્તવિષયક “યાક્ષી સંહિતા” નામને ગ્રન્થ બનાવ્યો. અન્ય દિવસે મામુનિએ સ્થવિરેના મુખે પિતાના ગુરૂ જિનાનન્દને ભરૂચમાં બૌધ્ધો દ્વારા તિરસ્કાર થયો તે સંબધી વાત સાંભલી, આથી તેમણે વલ્લભીથી ભરૂચ તરફ વિહાર કર્યો અને ત્યાં જઈને તેજ બૌધ્ધાનન્દની સાથે તેમણે વાદ કર્યો. અને તેને હરાવ્યો, તે પછી તેમણે પોતાના ગુરૂ આચાર્ય જિનાનન્દને માનપૂર્વક ભરૂચ બેલાવ્યા. જૈનસંધ અને ગુરૂગચ્છ માસૂરિના આ વિજયથી ઘણું આનન્દિત થયા અને તે જ વખતથી મહસૂરિ “વાદી' તરીકે પ્રસિદ્ધ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust