________________ શ્રી પ્રભાવક ચરિત્ર, આચાર્યો વિક્રમના આઠમા સૈકામાં પૂર્વાપરભાવી વ્યક્તિઓ છે, હવે જે હરિભદ્રને એમનાથી પૂર્વકાલિન માનવામાં આવે તો એમનાં નામે હરિભદ્રના ગ્રન્થમાં સંભવે નહિ. બીજું કારણ એ પણ છે કે વિશેષાવશ્યક ભાષ્યાદિ કર્તા પ્રસિધ્ધ યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રન્થનાં અવતરણો હરિભદ્ર પિતાના ગ્રન્થમાં આપ્યા છે એટલું જ નહિ પણ જિનભદ્રીય ધ્યાનશતકાદિ ગ્રન્થ ઉપર હરિભદ્ર ટીકા પણ લખી છે, આથી હરિભદ્ર કરતાં જિનભદ્રગણિ પ્રાચીન છે એ વાત સ્વયંસિધ્ધ છે અને યુગપ્રધાન પટ્ટાવલિયાના લેખ પ્રમાણે જિનભદ્રગણિ યુગપ્રધાનત્વ સમય વીર સંવત 1055 થી 1115 (વિક્રમ સંવત 585 થી 645 ) સુધીમાં આવે છે, અને જ્યારે જિનભદ્રને સમય વિક્રમની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને સાતમીના પૂર્વાર્ધમાં આવે છે, તો એમના ગ્રન્થની ટીકા કરનાર હરિભદ્રને એથી પણ પછીના સમયમાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય. રત્નસંચય પ્રકરણમાં એક બીજી પરમ્પરાગત ગાથા આપી છે જેમાં હરિભદ્રસૂરિને વીરસંવત 1255 (વિક્રમ સંવત. 785) માં વિદ્યમાન જણાવ્યા છે. આપણે જે પ્રથમની વિચારસાર પ્રકરણવાલી ગાથાને બાજુ રાખીને આ ગાથાને પ્રમાણ માની લઈયે તે બધો વિરોધ મટી જાય છે. આ ગણના પ્રમાણે ધર્મકીર્તિ, કુમારિક અને જિનભદ્રગણિથી હરિભદ્રસૂરિ અર્વાચીન ઠરે છે અને કુવલયમાલાના કર્તા દાક્ષિણ્યચિહ્નથી પ્રાચીન, ઉપર જે રત્નસંચયની ગાથાની વાત કરી છે તે ગાથા નીચે પ્રમાણે છે. " पणपण्ण बारससए, हरिभदोसूरि आसिपुव्वकई / તેરસ વત ફિણ, વરિહિં વમટ્ટિપદૂ છે દ૬ " અહીં એ શંકા થઈ શકે, જે આપણે હરિભદ્રસૂરિને આ ગાથાને આધારે વિક્રમના આઠમા સૈકામાં મૂકીયે તો પછી “વં પાણી” એ ગાથાની સંગતિ કેવી રીતે બેસાવીજે હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી તો પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવલ નિરર્થક જ ખરી કે નહિ ?, અને જે ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હોય તે આમ હેવાનું કંઈ કારણ પણ હોઈ શકે કે નહિ? ઉપર્યુકત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુકત ગાથાને વિષય હરિભદ્રસૂરિ નહિ પણ હારિલ યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીરસંવત 1055 (વિક્રમ સંવત 185 ) માં સ્વર્ગવાસી થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા, આમ શિષ્યોના અને એમના પિતાના નામોના સદશ્યથી પાછલના લેખકે એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમને સ્વર્ગવાસ 585 માં લખી દીધો છે. આમ ઉક્ત ગાથાકત પ૮૫ નો સમય હરિભદ્રનો નહિ પણ હારિકને માની લેવાનું છે. ગાકત અર્થની સંગતિ પણ આવી રીતે થઈ જશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust