________________ શ્રી હરિભદ્રસૂરિ 53 પ્રબન્ધકારે હરિભદ્રસૂરિના શિષ્યોનાં નામ હંસ અને પરમહંસ લખ્યાં છે, બીજા પણ અવૉચીન પ્રબન્ધમાં એજ નામો જણાવ્યાં છે, પણ કથાવલીમાં એમના શિષ્યો “જિનભદ્ર, વીરભદ્ર” નામના હતા એમ લખ્યું છે અમારા વિચાર પ્રમાણે કથાવલીનું પ્રાચીન લખાણ જ પ્રામાણિક લાગે છે, કારણ કે હંસ અને પરમહંસ જેવાં નામો જૈન શ્રમમાં પ્રચલિત ન હોવાથી એ નામો યા તે કલ્પિત હોવાં જોઈએ અને નહિ તો ઉપનામ હેઈ શકે, પણ આવાં મૂલ નામો હેવાં સંભવતાં નથી.' એ સિવાય બીજી પણ કથાવલીમાં લખેલી હકીકત વાસ્તવિક જણાય છે, પ્રબંધમાં કેટલાક બનાવો અતિશયોક્તિપૂર્ણ અને કલ્પિત જેવા લાગે છે. હરિભદ્રના સંબન્ધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદનપૂર્વક જાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પોતે ભોજન કરતા, અને આથી કેટલાક વિદ્વાન હરિભદ્રને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી. ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રઘોષનો ખુલાસે મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પોતે એ કાર્ય નહોતા કરતા, પણ તેમને ભક્ત લલિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકને બોલાવી ભોજન કરાવતો હતો. કથાવલીકારના કહેવા મુજબ ખરેજ હરિભદ્રસૂરિ છેલ્લા શ્રતધર હતા, એમણે એટલાબધા ગ્રન્થની રચના કરી હતી કે આજે પણ વીસિયોની સંખ્યામાં તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ જૈનપુસ્તક ભંડારોમાં જળવાઈ રહ્યા છે; એમના વિદ્યમાન અને જ્ઞાત ગ્રન્થની નામાવલી અત્રે આપીને વિસ્તાર કરવો ઉચિત નથી, જેમને એ પ્રન્થની નામાવલી જેવી હોય તેમણે અમારી લખેલી ધર્મસંગ્રહણિની સંસ્કૃત પ્રસ્તાવના જોવી. હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કેટલાક વખતથી મતભેદ ચાલે છે. " पंचसए पणसीए विक्कमकाला उझत्ति अत्थमिओ। નિમણૂરિસૂરો, વિચાઈ વિસર " આ પ્રાચીન પરમ્પરાગત ગાથામાં વિક્રમ સંવત 185 માં હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ બતાવ્યો છે. લગભગ બધી પટ્ટાવલીઓમાં પણ હરિભદ્રસૂરિનો સમય એજ ગાથામાં જણાવ્યા પ્રમાણે જણાવ્યો છે. પણ હરિભદ્રસૂરિ એટલા પ્રાચીન થઈ શકે કે કેમ? એ વિચારણીય છે. શક સંવત 699 (વિક્રમ સંવત 834) માં બનેલ દાક્ષિણ્યચિહ્નની કુવલયમાલા કથામાં આ હરિભદ્રસૂરિને નામોલ્લેખ હોવાથી આ સમયની પૂર્વે હરિભદ્રનું અસ્તિત્વ હતું એ તો નિર્વિવાદ છે, પણ એમને પૂર્વકાલમાં ક્યાંસુધી લઈ જવા એ વિચારવાનું છે. આજ પહેલાં હું હરિભદ્રને વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો, પણ હવે મને લાગે છે કે એ આચાર્યને આ ગાથાકત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા એ વધારે યોગ્ય લાગે છે, એનાં કારણો આ પ્રમાણે છે– હરિભ પિતાના ગ્રન્થમાં ધમકીર્તિ અને કુમારિકના નામનો ઉલ્લેખ કર્યો છે, અને વિદ્વાનોએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust