________________ પર શ્રી પ્રભાવચરિત્ર. તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય ગ્રન્થનિર્માણ કરતા અને ભીંત પાટિ આદિ ઉપર લખી નાખતા; જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું. - હરિભદ્રસૂરિ જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલ્લિગ શંખ વજડાવતો જે સાંભળીને યાચકે ત્યાં આવતા, અને લલિગ તેમને મનઈચ્છિત ભેજન કરાવત, ભજન કર્યા પછી જાચકે હરિભદ્રને નમસ્કાર કરતા અને હરિભદ્ર તેમને “ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાએ " આવો આશીર્વાદ આપતા. જે સાંભળીને “ઘણું જીવો ભવવિરહસૂરિ' આમ બેલતા તે પિતાના સ્થાનકે જતા; આ પ્રમાણે હરિભદ્રસૂરિ “ભવવિરહસૂરિ' એ નામથી પ્રસિદ્ધ થયા. એકવાર બનારસથી વ્યાપારાર્થે આવેલ વાસુકી શ્રાવક પાસેથી હરિભદ્રસૂરિને વર્ગકેવલીનું મૂળ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર હરિભદ્ર વિવરણ લખ્યું, પણ પાછળથી તે જ સંધપ્રધાનના કહેવાથી તે વિવરણ રદ કરી નાખ્યું હતું. ભવવિરહસૂરિએ જેટલાં શાસ્ત્રો રચ્યાં છે તેટલાં આજના પંડિતો વાંચવાને પણ સમર્થ નથી. ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થને વિષે ભવવિરહ એ છેલ્લા શ્રતધર થયા. અને પ્રબંધકાર હરિભ મહાનિશીથ સૂત્રનો ઉધ્ધાર કર્યો તેનું સૂચન કરીને પ્રબન્ધની સમાપ્તિ કરે છે. * પ્રબન્ધમાં કે કથાવલીમાં પણ હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કંઈ પણ ઉલ્લેખ નથી તેમ એમના ગચ્છવિષે પણ કશે નિર્દેશ નથી. કથાવલીમાં હરિભદ્રના ગુરૂનું નામ જિનદત્તાચાર્ય લખ્યું છે જ્યારે પ્રસ્તુત પ્રબન્ધમાં એમને “જિનભટ” સરિના શિષ્ય કહ્યા છે, આ બંને કથન અપેક્ષાકૃત સત્ય છે; કારણ. કે હરિભદ્ર પોતે પણ આવશ્યક ટીકાને અન્ત પિતે આ બંને ગુરૂઓનો નામનિર્દેશ કરે છે, તે આવશ્યક ટીકાનું વાક્ય, નીચે પ્રમાણે છે– ____समाप्ताचेयं शिष्यहिता नामावश्यकटीका / कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य " // ઉપરના વાક્યથી સ્પષ્ટ જણાય છે કે હરિભદ્રસૂરિ જિનભટરિની આજ્ઞામાં રહેતા હતા અને વિદ્યાધર કુલના આચાર્ય જિનદત્તના પિતે શિષ્ય હતા. સમરાદિત્યકથાના અને પણ હરિભદ્ર જિનદત્તાચાર્યને જ પોતાના ગુરૂ જણવ્યા છે, આથી એમ સમજાય છે કે એમના ગુરૂનું નામ તો જિનદત્તાચાર્ય જ હતું, અને જિનભટ એમના વિદ્યાગુરૂ અથવા ગચ્છનાયક ગુરૂ હેવા જોઈએ. આ ઉપર્યુક્ત આવશ્યક ટીકાના ઉધરણ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે હરિભદ્રસૂરિ પતે વિદ્યાધર કુલના હતા કેમકે એમના ગુરૂ જિનદત્તાચાર્ય વિદ્યાધર કુલના હતા એમ તે જ ટીકાના પાઠમાં લખેલું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust