________________ શ્રી હરિભદ્રસુર. 12000 : 51 ભાણેજ થતા હતા તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, બૌદ્ધોને તેની સાથે વાદ, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃત્તાન્ત કહેતાં કહેતાં પરમહંસનું પણ મરણ, હરિભદ્રનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભામાં વાદ, શરત પ્રમાણુ બૌદ્ધોનું તપ્તતલ કુંડમાં પડવું, જિનભટ દ્વારા હરિભદ્રના ક્રોધની શાન્તિ, નિરાશા અને ગ્રન્થરચના કરવાનો નિશ્ચય ઇત્યાદિ વાતોનું સવિસ્તર વર્ણન આપ્યું છે. આ વિષયમાં કથાવલીમાં જે વર્ણન છે તેને સાર આ પ્રમાણે છે-“હરિભદ્રને સર્વ શાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબબથી હરિભદ્રના તે બંને શિષ્યોને બૌદ્ધોએ એકાન્તમાં મારી નાખ્યા, કઈ પણ રીતે હરિભદ્રને એ વાતની ખબર પડતાં તેણે ઘણાજ દિલગીર થઈને અનશન કરવાને નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા, છેવટે હરિભદ્ર ગ્રન્થરાશિને જ પિતાની શિષ્ય સંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમાન થયા.” આગે પ્રબન્ધકાર લખે છે કે હરિભદ્રે ગુરૂના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો, પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુઃખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને શાન્તન દીધું અને કહ્યું કે શિષ્ય સંતતિ જેગું તમારું પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતતિ રહેશે. હરિભદ્રે તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્ય ચરિત્રપ્રમુખ 1400 ગ્રન્થ પ્રકરણોની રચના કરી અને શિષ્યોના વિરહની સૂચના રૂપે દરેક ગ્રન્થ “વિરહ' શબ્દથી અંકિત કર્યો. આ ગ્રન્થરાશિને લખાવીને તેને ફેલાવો કરવા માટે તેમણે કાપસિક” નામક એક ગૃહસ્થને ધૂર્તાખ્યાન દ્વારા ઉપદેશ દઈને જૈન બનાવ્યા. કાર્પાસિકને હરિભદ્રના કથન પ્રમાણે વ્યાપાર કરતાં લાભ થયો તેથી તેણે તે દ્રવ્યવડે હરિભદ્રના ગ્રન્થો લખાવીને સર્વ સ્થળે પહોંચાડવા, અને એક ચોરાશી દેવકુલિકાયુક્ત જૈન મંદિર પણ કરાવ્યું. આ સંબધમાં કથાવલીમાં કંઈક ભિન્નતા છે તેને સાર આ પ્રમાણે છે. હારભદ્રસૂરિએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્ર નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત જયપતાકા સમરાદિત્ય કથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થની રચના કીધી. આ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં આચાર્યને " લલિગ' નામના ગૃહસ્થે ઘણી મદદ કરી. આ લલ્લિગ એમના શિષ્ય જિનભદ્ર વીરભદ્રને કાકો હતો અને ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા લેવાનો વિચાર કરેલ પણ આચાર્યો એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ માલની ખરીદી કરવાને એને સંકેત કર્યો. લલિગે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिरः श्रीमहावीर जन आराधना केन्द्र। wવા (Trઈનર) ( 221 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust