________________ 907 9 શ્રીહરિભદ્રસૂરિ. | | | | | | | |_| 23 જીત પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે હરિભદ્ર ચિત્તોડનગરના રાજા જિતારિના પુરોહિત હતા, પણ કથાવલીના લેખને અનુસાર એ વિદ્વાન “પિવગુઈ' નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું નામ ગંગા અને પિતાનું નામ “શંક ભટ્ટ’ હતું. હરિભદ્ર પોતે પ્રકાડ વિદ્વાન હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનું બોલેલું ન સમજું તેને શિષ્ય થઈ જાઉં” આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડ નગરે આવ્યા હતા. તે અવસરે ચિત્તોડમાં જિનભટસૂરિ (કથાવલી પ્રમાણે જિનદત્તાચાર્ય) નામના જૈન આચાર્ય વસતા હતા, તેમના સંધાડામાં “યાકિની” નામની મહત્તરા સાધ્વી હતી, એક દિવસ હરિભદ્ર યાકિનીના મુખે “ચર્કિદુર્ગ હરિપણુગં' ઇત્યાદિ ગાથા સાંભલી પણ તે સમજ્યો નહિ, તેણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુર પાસે જવા કહ્યું. હરિભદ્ર આચાર્ય જિનભટ પાસે જઇને ગાથાને અર્થ પૂછો પણ આ ચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થો જૈનપ્રવજ્યા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે, આ ઉપરથી તેણે જૈન દીક્ષા ધારણ કરી અને તે પછી આચાર્યો યાકિની મહતરાને હરિભદ્રને પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપીણું ધર્મ માતાએ જ મહને બોધ આપ્યો છે.' ઉપરની હકીક્ત પ્રબન્ધમાં છે, પણ કથાવલીમાં એ પ્રસંગમાં એમ લખ્યું છે કે હરિભદ્ર “ચકિક દુર્ગ' એ ગાથાને અર્થ પૂછો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી તે ઉપરથી આચાર્યો તે ગાથાને સવિસ્તર અર્થ હરિભદ્રને કહ્યો, તે સાંભળીને હરિભદ્ર પણ પિતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું-ભદ્ર! જો એમ છે કે તું એ મહત્તરાને “ધર્મપુત્ર થઈ જા” હરિભદ્ર કહ્યું–ભગવન ! ધર્મ કેવો હોય ? એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું, તે પછી હરિભદ્રે પૂછયું ધર્મનું ફળ શું? ઉત્તરમાં આચાર્યે કહ્યું–કામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિ પ્રાતિ છે જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફલ “ભવવિરહ (સંસારને અત) છે. આ સાંભળીને હરિભદ્રે કહ્યું ભગવાન ! મહને “ભવવિરહ.” જ પ્રિય છે માટે તેમ કરે જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્યે કહ્યું જે એવી ઇચ્છા હોય તે સર્વ પાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર, હરિભદ્ર તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરિએ તેમને જેનદીક્ષા આપી. જૈનશાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરૂએ હરિભદ્રને આચાર્યપદ આપીને પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. એ પછી હરિભદ્રના હંસ પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસારપક્ષમાં તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust