________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ. 49 સિદ્ધસેને ઘેડા બનાવ્યાની કથા કેટલી પ્રાચીન છે તે નિશીથચૂર્ણિના ઉલ્લેખ ઉપરથી જથ્થાઈ આવે છે. આવી રીતે અમારા મત પ્રમાણે સિધ્ધસેનદિવાકરને સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આયંખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિધ્ધ થાય છે, સ્કેન્દિલના પુરગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે અને વૃધ્ધવાદીના ગુરૂ સ્કેન્દિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃધ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયુક્ત ગણાય. વૃધ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે “તાલારાસક ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનને વાદ ઉજજૈનની પાસે થયાનું * લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે. ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે કે એમના સમયમાં પુસ્તક લખવાની અને ભંડારોમાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી. સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વિગેરે પ્રસિદ્ધ દેવપાલ વિગેરેથી ભિન્ન વ્યકિતઓ હેવાને સંભવ છે. વૃદ્ધવાદિએ કઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી, પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થો તો જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, દ્વાત્રિશિકાઓ અને કલ્યાણુમંદિર સ્તોત્ર ઉપરાન્ત એમનો “સન્મતિપ્રકરણ” નામક જૈન દર્શન નનાં તોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાંકિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાના ન્યાયગ્રન્થોમાં ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાંઈ ‘ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે. એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમ ઉપર પણ ટીકા ભાષ્ય વિગેરે લખ્યાં હશે, પણ આજે તે કયાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust