________________ 48 શ્રી પ્રભાવક ચરિત્ર. તેમાં કોઈ વિજયવર્મા નામે પણ રાજકર્તા થયો હોય તે નવાઈ નથી. પણ આ રાજાઓ જે સિદ્ધસેનના સહવાસી હતા એમ માનીયે તો વિક્રમાદિત્યના સમાનકાલનપણામાં વધે આવે છે. બીજી તરફ પરમ્પરાગાથાઓમાં સિદ્ધસેન દિવાકર માટે “પંચ áરસપ, સિદ્ધ સિવાય ગાત્રો " અર્થાત “વીર નિવણથી 500 વર્ષે સિધ્ધસેન દિવાકર થયા. ' મહા નિશીયસૂત્રમાં પણ સિધ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છે. આ બધું જોતાં એટલું તે નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના પુત્ર દેવપાલના સમકાલીન તે કોઈ રીતે નથી જ. - સિદ્ધસેન એકવાર ભરૂચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયરાજાનું રાજ્ય હેવાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી એમના વિક્રમાદિત્યના સમકાલીન પણાને ટેકે મલે છે, પણ આગળ ઉપર જેવાશે કે સિધ્ધસેનાના સમયમાં બલમિત્રના પુત્રનું રાજ્ય હોવાને બિસ્કુલ સંભવ નથી. દેવપાલ રાજાના આગ્રહથી સિદ્ધસેને હાથી અને પાલખીની સવારીને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી જણાય છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં : નહિ પણ ચોથા પાંચમા સૈકામાં થયા હોવા જોઈયે; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારને શિથિલાચાર જૈન શ્રમણોમાં ચાલુ થયો હતો. પહેલાં નહિ. હવે આપણે એમને વાસ્તવિક સમય કયો તે વિચારીયે. વૃધ્ધવાદી પ્રસિધ્ધ અનુયોગધર આયંસ્કન્દિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને અનુગધર સ્કન્દિલાચોર્ય યુગપ્રધાનત્વ સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત 827 થી 840 ( વિક્રમ 357 થી 370 ) સુધીમાં આવે છે. એ સમય દરમિયાન વૃધ્ધવાદીની દીક્ષા થઈ માની લઈયે તો એમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિક્રમના ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમાં શતકના પૂર્વાર્ધમાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિદ્ધસેન દિવાકરને પ્રસિધ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચન્દ્રગુપ્તના સહવાસી માની લઈયે તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિધ્ધ અને “વિકમાદિત્ય” આવી ઉપાધિધારણ કરનારો હતો. | ગમે તેમ હે, પણ સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તે નહિ જ હોય, કેમકે એમને યુગપદુપયોગદ્દયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂણિમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને નિશીથચૂર્ણિમાં–કે જે વિક્રમની સાતમી સદીનો ટીકાગ્રન્થ છે. એમને 8-10 સ્થળે “સિધણ ખમાસમણ” અને “સિદધસેણાયરિય” એ નામથી ઉલ્લેખ થયેલો છે અને તે ઉલ્લેખ ઉપરથી એમ પણ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતની ગાથાબધ્ધવિવરણ ગ્રન્થની રચના કરી હતી, અને નિશીથ ચણિમાં એક સ્થલે તો ' સિધ્ધસેને યોનિપ્રાભૂતના પ્રગથી ઘોડા બનાવ્યાને પણ ઉલ્લેખ મળી આવે છે. આથી એ ચોથી પાંચમી સદીના વ્યક્તિ હેવાનું સહજે સિધ્ધ થાય છે, કારણ કે અન્ય ભાષાકારે પણ લગભગ એ જ સમયમાં થઈ ગયા છે. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust