________________ શ્રી વૃદ્ધવાદીસરિ. 47 સિદ્ધસેને વિશેષ ભકિતથી સ્તુતિ કરીને રાજાને કહ્યું “અમારે પ્રણામ સહન કરે તે દેવ આ છે.’ આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેનને પરમ ભકત બન્યો અને જૈનધર્મને સહાયક થ. સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંઘમાં લઈ લીધા, કાલાન્તરે સિદ્ધસેનદિવાકર વિક્રમને પૂછીને ઉજજયિનીથી પ્રતિષ્ઠાનપુરની તરફ વિહાર કર્યો. તેઓ જ્યારે ભરૂચના સીમાડામાં પહોચ્યા તે ત્યાં ગોવાલી લોકો એકઠા થઈને તેમની પાસે આવ્યા અને ધર્મઉપદેશ કરવાની આચાર્યને પ્રાર્થના કરી. જે ઉપરથી તેમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. જે સાંભળીને ગોવાલાઓ પ્રતિબોધ પામ્યા અને તે સ્થલે પાછલથી તે લોકોએ “તાલારાસક” નામથી ગામ વસાવ્યું જે હજી પણ જિનમંદિરથી શોભી રહ્યું છે. પછી સિદ્ધસેન ભરૂચમાં ગયા, આ વખતે ભરૂચમાં બલમિત્રને પુત્ર ધનંજય નામે રાજા રાજ્ય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો એજ અવસરે ભરૂચ ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો પણ સિદ્ધસેને આને પણ સર્ષપપ્રયોગથી અસંખ્ય સૈનિકે આપીને બચાવી લીધે, આ ઉપરથી જ એમનું નામ “સિદ્ધસેન” ખરું પડયું. આખરે સિદ્ધસેન દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. સિધસેનના રવર્ગવાસના સમાચાર સાંભલીને એમની બહેન “સિધશ્રી” જે જૈન સાવી હતી તેણીએ પણ ઉજજયિનીમાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો.. પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરમ્પરામાં થયેલ વૃધ્ધવાદી “વિદ્યાધર” વંશના હતા. એમાં પ્રમાણ બતાવતા પ્રબન્ધકાર કહે છે કે “વિક્રમ સંવત 150 માં જાકુટિ (નાવડા) શ્રાવકે નેમિનાથ ચત્યનો ઉદ્ધાર કર્યો, તે પછી વર્ષાદથી પડેલ મઠમાંથી નિકળેલ એક પ્રશસ્તિ ઉપરથી એ હકીક્ત (પાદલિપ્ત અને વૃધ્ધવાદી વિદ્યાધરવંશીય હોવાની હકીકત) ઉતારી છે. આ પ્રબન્ધમાં જો કે વૃધ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી, છતાં આમાં આપેલ વિક્રમાદિત્ય અને સિધ્ધસેનના વૃત્તાન્ત ઉપરથી એ પ્રબધના નાયક વૃધ્ધવાદી અને સિધસેન દિવાકરને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહેજે પ્રાપ્ત થાય છે. બીજી તરફ આમાં પૂર્વદેશાન્ત (બંગાલ) ના રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાન્ત પણ આવે છે અને આ બંને રાજાઓને સિધ્ધસેનના સમકાલીન હોવાનું જણાવ્યું છે, પણ આ બંને રાજાઓને સમય સિધસેનના સમય સાથે મળતો નથી. બંગાલમાં દેવપાલ નામે પાલવંશી રાજા થયો છે, પણ તેને સમય વિક્રમના દસમા, સિકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્માનામક રાજાનો ઇતિહાસમાં પત્તો લાગતો નથી, કદાચ પ્રાજ્યોતિષમાં વર્માન્ત નામના રાજાઓ જૂના સમયમાં રાજ્ય કરતા હતા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust