________________ શ્રી પ્રભાવક ચરિત્ર. - વાંચ્યું એટલામાં તે પુસ્તક તેમના હાથમાંથી અદષ્ટ દેવતાએ ઝુંટવી લીધું, પણ તેમાંથી તેમને સુવર્ણસિદ્ધિયોગ અને સરસવોથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. એકવાર સિદ્ધસેન છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કમ્મર ગામમાં ગયા જ્યાં દેવપાલરાજાની તેમને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્યો દેવપાલને જૈનધર્મ તરફ ખેંચ્યો અને પિતાને મિત્ર બનાવ્યો. આચાર્ય દેવપાલના આગ્રહથી ત્યાંજ રહ્યા હતા. તેવામાં કામરૂ દેશનો રાજા વિજયવમાં મોટી સેનાની સાથે દેવપાલ ઉપર ચઢી આવ્યો. શત્રુની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેટલું મહારી પાસે દ્રવ્ય અને સેનાલ નથી, આ ઉપરથી સિદ્ધસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષપયોગથી ઘણું સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ મદદથી વિજયવમાં ઉપર જીત મેલવી પોતાને મુંઝવણરૂપ અંધકારમાં પ્રકાશ આંખો એથી દેવપાલે સિદ્ધસેનને " દિવાકર " એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અને હાથી ઉપર બેસાડવા માંડયા, દાક્ષિણ્યવશ આચાર્ય પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શકયા અને શિથિલાચારમાં પડી ગયા. વૃદ્ધવાદીએ સિદ્ધસેનની આ પ્રમાદિ અવસ્થાના સમાચાર લેકે ના મુખેથી સાંભલ્યા અને તેઓ વિહાર કરીને કમ્મરપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુકિતથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને પોતાના ગુચ્છનો ભાર સોંપીને વૃદ્ધવાદિએ પરલોક વાસ કર્યો. સિદ્ધસેન દિવાકરે એકવાર મૂલ જૈન આગમ જે પ્રાકૃત ભાષામાં બનેલાં છે, તે સંસ્કૃત ભાષામાં બદલી નાખવાનો વિચાર કર્યો, પણ એમના એ સંક૯૫થી શ્રમણ સંઘે એમને ઠપકો આપીને 12 વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડીને ચાલ્યા જવાને દંડ કર્યો. અને કહ્યું કે “જો તમારાથી જૈનધર્મની કેાઈ મહટી ઉન્નતિ થઈ સંધ જોશે તે બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંધમાં લઇ લેશે. ' સિદ્ધસેને આ પારાચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગચ્છ છોડીને ગુપ્ત વેશમાં નિકલી ગયા. સાત વર્ષ સુધી આમ તેમ ભ્રમણ કરીને અબધૂતવેષ ધારી સિદ્ધસેન ઉજયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમનું મનરંજન કરીને તેની સભાના પણ્ડિત થઇને ત્યાં રહ્યા. એકવાર વિક્રમાદિત્ય સિદ્ધસેનની સાથે કુગેશ્વર નામના શિવાલયમાં ગયા. પણ શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે-“મહારે પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી હારે પ્રણામ ખમાય નહિ. ' રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહપૂર્વક પ્રણામ કરવા કહ્યું, તે ઉપરથી સિદ્ધસેને કલ્યાણમન્દિર ' ઇત્યાદિ પદોથી શરૂ થતી અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવામાંડી, અને આ સ્તોત્રનું તેરમું પદ્ય બેલતાં ધરણ નામને નાગેન્દ્ર આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી પાર્શ્વનાથ તીર્થંકરની પ્રતિમા પ્રકટ થઈ, તે જોઈને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust