________________ શ્રી વૃદ્ધવાદી સૂરિ..! ! ! આપ્યા હશે. દન્તકથા પ્રમાણે એમને હેમચન્દ્ર જૈન બનાવ્યાનું, કે બીજી દન્તકથા પ્રમાણે ખરતરગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનેને ઘરે ભેજન કરવાથી ભેજક” નામ પડયાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભોજક શબ્દ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો. અને તેનો અર્થ " પૂજક " એ થતો હતો. આથી માનવાને કારણ મલે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર અને જિનદત્ત સૂરિની પહેલાં જ એ લોકોને વાયડગછના જ કોઈ આચાર્યે જૈન મંદિરના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને તે આચાર્યનું નામ “જિનદત્ત સરિ” પણ હોય, તે નવાઈ નથી, કારણ કે વાયડગમાં દરેક ત્રીજા આચાર્યનું નામ * જિનદત્તસૂરિ' જ અપાતું હતું. K 8 વૃદ્ધવાદીસૂરિ. વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગૌડદેશમાં કેશલાગ્રામના રહેવાશી મુકુન્દ નામના બ્રાહ્મણ હતા. પ્રસિદ્ધ અનુયોગ પ્રવર્તક અને પાદલિપ્તના પરમ્પરાશિષ વિદ્યાધર કુલીન આચાર્ય ઋન્દિલસૂરિની પાસે મુકુન્દ વૃદ્ધાવસ્થામાં જૈન દીક્ષા લીધી હતી. ભરૂચમાં " નાલિકેરવસતિ " નામના ચૈત્યમાં કરેલ આરાધનાના પરિણામે થયેલા સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દ રૂષિને અપૂર્વ વાદશકિત પ્રાપ્ત થઈ હતી તેથી એ “વૃદ્ધવાદી ' એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. કન્દિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજજયિની તરફ વિહાર કર્યો. તે સમયમાં વિક્રમાદિત્ય પૃથિવીનું પાલન કરતો હતો. અન્ય દિવસે કાત્યાયન ગોત્રીય દેવર્ષિ–બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર સિદ્ધસેન નામનો વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યો. નગરની બાહરજ વૃદ્ધવાદી તેને મલ્યા અને ત્યાં જ તેમની સાથે વાદ કરીને તેમને કુમુદચન્દ્ર નામે શિષ્ય થયો. વર્તમાન કાલીન જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગીતાર્થ થતાં વૃદ્ધવાદિએ કુમુદચન્દ્રને આચાર્યપદ આપ્યું અને સિદ્ધસેન એ પ્રથમનું જ નામ આપીને પોતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા. એકવાર સિદ્ધસેને પોતાની કવિત્વ શકિતથી વિક્રમાદિત્યને ખુશી કર્યો હતો, જે ઉપરથી રાજાએ તેમને ક્રોડ સેર્નયા આપવા માંડયા પણ તેમણે તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકોને અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યા. એકવાર એ ચિત્તોડગઢ ગયા હતા. ત્યાં એમની નજરે વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતો, ને માટીનો અને ન લાકડાને. આચાર્યો આથી તેની બારીક તપાસ કરી તે તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરૂદ્ધ દ્રવ્યોથી ઘસીને તેને એક છિદ્ર પાડયું તે તે પુસ્તકોથી ભરેલ જણાયો. આચાર્યો તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઇને and Tuit P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust