________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અમરચન્દ્ર વિદ્યમાન હતા. એજ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ અને શકુનશાસ્ત્રની રચના કરી છે. એ પછી આ ગચ્છની પરમ્પરા કયાંસુધી ચાલી તે નિશ્ચિત નથી. વિક્રમાદિત્યના મંત્રી લિંબાએ વાયડના મહાવીરના ચિત્યનો ઉદ્ધાર કરાવ્યા અને વિક્રમ સંવત 7 માં છવદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવ્યા પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણે મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન ન હતા એમ પ્રબન્ધની કેટલીક વાતે ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ છે કે જીવદેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકતિ નામે દિગમ્બર મુનિ હતા એમ પ્રબન્ધકારે જણાવ્યું છે. શ્રુતકીતિ કયારે થયા તે આપણે જાણતા નથી; છતાં બંને સપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગમ્બર અને તારની પરમ્પરાઓ જુદી પડી હતી, આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગમ્બર માનીને તેમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા એ યુક્તિસંગત નથી. કાન્યકુજના રાજાની પુત્રીના ગુજરાતમાં આવનાર પ્લેચ્છોના ભયથી કૂવામાં પડીને મરવા સંબન્ધી હકીકતો પણ આ વૃત્તાન્તની પ્રાચીનતામાં શંકા ઉત્પન્ન કરે તેવી છે. છવદેવસરિની પરમ્પરામાં ન આચાર્ય પાટ બેસે ત્યારે તેને સુવર્ણનું ય પવીત પહેરાવવા અને બ્રહ્માના મંદિરમાં અભિષેક કરવા વિષેની લાશેઠે બ્રાહ્મણો પાસે જે શરત કરાવી છે, એ જોતાં જણાય છે કે એ છવદેવસૂરિને સમય ચૈત્યવાસિયોને પ્રાબલ્યને સમય હવે જોઈએ અને એ આચાર્ય પણ કેટલેક અંશે શિથિલાચારી હોવા જોઈએ, અન્યથા યજ્ઞોપવીત અને અભિષેકની શરતે કરાવે નહિ. પટ્ટાવલિયા અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય ઉપરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથે જ શિથિલાચાર પણ વધી રહ્યો હતો. પૂર્વોકત વૃત્તાનો ઉપરથી એ વાત સહેજે સિદ્ધ થાય છે કે પ્રસ્તુત પ્રબન્ધના ચરિતનાયક છવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ 500600 વર્ષ પછીના પુરૂષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તેજ બ્રાહ્મણ કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતા જૈનોના આશ્રિત ભેજક થયા હતા એમ હું માનું છું. ભેજક જાતિનું હજી પણ આદર સૂચક વિશેષણ " ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે, એ નિશ્ચિત છે. એ લોકોનું પાલણપુરની આસપાસના પ્રદેવામાં ઢાગર પ્રગણુમાં જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં–માન છે અને જેનો ઉપર કેટલાક પરમ્પરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હેવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લોકેએ વાયડ ખાયું ત્યારથીજ અધિક પરિચય અને સંબન્ધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભકિત કરવાનું શરૂ કર્યું હશે અને જૈનેએ એમને લાગા બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust