________________ શ્રી છવદેવસૂરિ. જે ઉપરથી લલ્લે જેનોની સાથે આ પ્રમાણે શરતોની સાથે સુલેહનામું તૈયાર કર્યું કે “જેનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિન નાખવું નહિ, (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં ) મહાવીરના સાધુઓને ભાગ પહેલો રહેશે. (જીવદેવની ગાદી ઉપર) જે નવીન આચાર્ય બેસે તેને બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરો.” લલ્લે ઉપર પ્રમાણે મર્યાદા બાંધવા કહ્યું અને બ્રાહ્મણોએ તે પ્રમાણે કબૂલ કર્યું. તે પછી તેણે જીવદેવસૂરિને મહાસ્થાન ( વાયડ ) ને ઉદ્ધાર કરવા કહ્યું, અને આચાર્યે એકાન્તમાં જઈ પિતાના પ્રાણ ખેંચીને ગાયમાં પ્રવેશ્યા, ગાય ઉઠીને ત્યાંથી બહાર નીકળીને દૂર ચાલી ગયા પછી આચાર્યો તેમાંથી પિતાના પ્રાણ ખેંચી લીધા. એ ઘટના પછી જૈન અને બ્રાહ્મણો વચ્ચે જે ભાઈના જેવો સંબંધ સ્થાપિત થયા હતા તે આજે પણ ત્યાં ચાલી રહ્યો છે. છવદેવસૂરિએ પિતાનું મરણ નિકટ જાણીને વાયડમાં આવી પિતાના ગચ્છની વ્યવસ્થા કરીને તે પછી અનશન કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. કહે છે કે એમના સ્વર્ગવાસના સમયમાં તે સિદ્ધ જોગી-કે જેને પૂર્વે જીવદેવે પરાજિત કર્યો હતો-વાયડમાં આવ્યો અને મૃતક છવદેવનું મુખ દેખવા માટે આગ્રહ કર્યો હતો. આનું પ્રયોજન એ હતું કે છવદેવનું કપાલ એક ખંડનું હોઈ યોગીને લેવું હતું, પણ આચાર્યું પ્રથમ આપેલ સલાહ પ્રમાણે ગણાવછેદકે તેને ફેડી નાખ્યું હતું તેથી યોગીની મુરાદ પૂરી ન થઈ, આથી તેણે નિરાશા પ્રકટ કરતાં કહ્યું " રાજા વિક્રમાદિત્યને અને આ મહારા મિત્ર આચાર્યને એક ખંડ કપાલ હતું જે પુણ્યવાન પુરુષનું લક્ષણ કહેવાય છે. " આ પછી યોગીએ અગરુ અને ચન્દનના કાછો લાવીને આચાર્યના અગ્નિસંસ્કારમાં ભાગ લીધો. પ્રબન્ધની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ " અમર ' શબ્દથી તેમણે એ વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય બલિભારત, કાવ્ય કલ્પલતા પ્રભૂતિ ગ્રન્થોના પ્રણેતા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિની સૂચના કરી છે, આથી જણાય છે કે સં૦ 1334 સુધી અમરચન્દ્ર કવિ વિદ્યમાન હશે. વાયડ ગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી આજ પર્યત પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલણપુર)ની પાસે એજ વાયડ’ નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગુજરાતમાં વર્તમાન છે; પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં ક્યાંયે જોવાતા નથી. આ ગચ્છના પટધર આચાર્યોનાં નામ ઘણે ભાગે જિનદત્તસૂરિ, રાશિલસૂરિ અને છવદેવસૂરિ જ હતાં અને આ ગચ્છની પરમ્પરા વિક્રમના તેરમા શતક સુધી વર્તમાન હતી. વસ્તુપાલના સમયમાં એ ગ૭ના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust