________________ શ્રી પ્રભાવક ચરિ. વવા માટે પૃથિવીનું ઋણ ચુકાવવા નિમિત્તો દેશદેશ પિતાના મંત્રીઓને મેકલ્યા, તેમાંથી લિબા” નામનો પ્રધાન વાયડ પણ આવ્યો, ત્યાં તેણે મહાવીરના મંદિરને જીણું દેખીને તેને ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સંવત 7 માં છવદેવસૂરિના હાથે કરાવી. વાયડમાં એક “લલ” નામનો કટિધ્વજ શેઠ વસતો હતો, લાલ બ્રાહ્મણોને ભક્ત હતો, તેણે સૂર્યગ્રહણમાં એક લાખ રૂપિયા ધર્માર્થ કર્યા હતા અને તે દ્રવ્યથી તેણે એક મહાયજ્ઞ શરૂ કરાવ્યો હતો, પણ પાછળથી તેનું એ ક્રિયા ઉપરથી મન ઉઠી ગયું હતું અને જીવદેવસૂરિના ઉપદેશથી તે જૈનધર્મ થઈ ગયો હતો. ધર્માર્થ કરેલા દ્રવ્યમાંથી લગભગ 50000 રૂપિયા તો યજ્ઞક્રિયામાં ખર્ચાઈ ચુક્યા હતા અને બાકીનાથી તેણે “પિપ્પલાનક” નામના ગામમાં જેનચૈત્ય કરાવવા માંડેલ, પણ તેટલામાં ત્યાં આવેલ કોઈ અવધૂતે તે સ્થળે - સ્ત્રીનું શલ્ય હોવાનું અને તે કાઢીને પછી દેહરૂ બનાવવાનું કહ્યું. એ ઉપરથી થયેલ કામ પાછું ઉકેલવા માંડયું પણ તે સમયમાં તે ન ઉકેલવા કોઈ અજ્ઞાત આદેશ થયો. આ ઉપરથી આચાર્યે ધ્યાન કર્યું. જેથી એક દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે “હું કાન્યકુજના રાજાની પુત્રી હતી અને મહને સુખડીમાં આપેલ આ દેશમાં સુખપૂર્વક રહેતી હતી, પણ હવે “આ દેશને સ્વેચ્છોથી ભંગ થશે” એ ય લાગ્યો તેથી હું કૂવામાં પડીને મરી ગઈ. અને આ ભૂમીની અધિષ્ઠાયિકા દેવી થઈ છે. આ સ્થળે મહારૂં ઘણું ધને પડેલું છે માટે અત્રેથી શલ્ય (અસ્થિ-હાડકાં) નહિ કાઢવા દઉં, પણ છવદેવસૂરિએ તેણીને ત્યાં ભુવનદેવી તરીકે સ્થાપવાની શરતે શાન્ત કરીને તેની અનુમતિથી ભૂમિ શુદ્ધ કરીને ચૈત્ય તૈયાર કરાવ્યું અને તેમાં ભુવનદેવીની પણ દેહરી બનાવી, તે દેવી હજી પણ ધામિકાથી પૂજાય છે. જ્યારથી લલ્લશેઠ જૈન થયો હતો ત્યારથી જ વાયડના બ્રાહ્મણો તેના ઉપર અને ખાસ કરીને છવદેવસૂરિ ઉપર ઠેપભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એકવાર તેમણે એક મૃતપ્રાય ગાય જેવદેવસૂરિ આશ્રિત મહાવીરના દેહરામાં વાલી દીધી. પ્રભાત સમયમાં સાધુઓએ જોયું કે ચૈત્યના ખાસ સ્થાનમાં મરેલ ગાય પડી છે, તેમણે એ વાત છવદેવસૂરિને કરી, જે ઉપરથી તેમણે એકાન્તસ્થાનમાં બેસીને પિતાના શરીરમાંથી પ્રાણ કાઢી ગાયના શરીરમાં પ્રવેશ્યા અને ગાય ત્યાંથી ઉઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઇને પેસી ગઈ અને તે પછી નિજીવ થઈ ગઈ. આ આશ્ચર્યકારક ઘટનાના સમાચાર પૂજારીએ બ્રાહ્મણને કહ્યા, બ્રાહ્મણ અને સર્વ વિચારવાન મનુષ્યોને આ ઘટના એક ઉત્પાત જેવી લાગી અને પહેલા દિવસે બ્રાહ્મણ જુવાને એ જે જૈનોની છેડછાડ કરી હતી તેનું જ એ પરિણામ હવાને તેમણે નિશ્ચય કર્યો અને જીવદેવસૂરિને આવીને આજીજી કરી કે આ ગાય જીવતી થઈ ઉઠીને બહાર જાય એ ઉપાય કરે, પણ છવદેવે તેમના કહેવા ઉપર બહુ લક્ષ્ય ન આપ્યું ત્યારે તેમણે ત્યાં બેઠેલ લલ્લ શેઠને પ્રાર્થના કરી કે તે આચાર્યને કહીને આ સંકટમાંથી અમારો ઉદ્ધાર કરાવે' આ સાંભળી લલ્લે ટીકા કરતાં કહ્યું કે " આજકાલ તમે લોકેએ જે ઉત્પાત મચાવ્યો છે તેના પરિણામે જેટલી દુર્ઘટનાઓ ન થાય તેટલી થોડી છે. પણ બ્રાહ્મણોએ કોઈ પણ શરતે આ સંકટમાંથી ઉધરવાની જ પ્રાર્થના કરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust