________________ ( 732 ). - શ્રી પ્રભાવક ચરિત્ર. અને મોટા મનથી ગુરૂ પાસે પુનઃ મહાવ્રત ધારણ કરી, સર્વ સંગને તજીને તેણે અનશનનું પ્રત્યાખ્યાન કર્યું. તે વખતે પોતાના પરિવારે તેને વાર્યા છતાં તે દઢતાને લીધે પિતાના આગ્રહથી પાછો ન હઠયો. કારણ કે મહાસાગરમાં મળેલ નાવને કોણ ત્યાગ કરે ? પછી ત્યાં અનશનને ઉદ્દેશીને પ્રભાવનાઓ થવા લાગી, કારણ કે કલ્યાણની આકાંક્ષા રાખનાર, તપસ્યાની સેવા કણ ન કરે ? એવામાં અધિકારી પુરૂએ એ હકીકત રાજાને નિવેદન કરી, જેથી પોતાના અંત:પુર અને પરિવાર સહિત રાજા પ્રમોદપૂર્વક ત્યાં તે તપિનિધાન મુનિને વંદન કરવા આવ્યું, અને જેવામાં તેમનું મુખ જોયું, ત્યાં તરત તેના જાણવામાં આવ્યું કેઆ મુનિ તા તેજ છે કે જેને કુવેશરૂપે પણ વેશ્યાના દ્વાર આગળ મેં નમસ્કાર કર્યા હતા.' એમ ધારી તેના ગુરૂ અને મુનિવર્ગને વંદન કર્યા પછી રાજા તે મહાત્માના ચરણે પ્રણામ કરવા ગયે, તેવામાં તેને હાથ પકડીને નિષેધ કરતાં મુનિએ જણાવ્યું કે- હે મહારાજ ! તું મારે ગુરૂ છે, ભવસાગરથી તેં મારે નિસ્તાર કયી. જિગતને વંદનીય એવા તારા પ્રણામ પણ મારા જેવાને અતિદુજ૨ છે. પ્રાણીએમાં બંને લેકના કષ્ટને હરનાર તારા જેવા જે પૃથ્વી પર અપૂર્વ સ્વામી ન હોત, તો જિન-વચનની વિરાધના કરનાર, ચારિત્રથી ભ્રષ્ટ અને નરકપથના પથિક બનેલા મારા જેવા આરાધક કેમ થાય? અવંઘ એવા મને વંદન કરતાં મારો નિસ્તાર કરવાને સર્વ સંગથી મૂકાવનાર એવી શમ સંવેગની મારી વાસના તે ભરી દીધી. પોતાના ગૃહસ્થ અને યતિઓથી યુક્ત છતાં જીવનમાં નિર્બળ એ હું વ્રતનું કષ્ટ સહન કરવાને અસમર્થ હોવા છતાં સમર્થ થયો.” એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજા કહેવા લાગ્યું કે –“હે મહાત્મન ! તમારી સમાનતા કેણ કરી શકે ? કે એક જ નિમિત્તથી તમે પ્રત્યેકબુદ્ધની જેમ સર્વ સંગના ત્યાગી થયા. જેનમુનિને પ્રણામ કરવાને તો મારે નિયમ છે, છતાં તેમાં તમે ઉપકાર માન્ય, તેથી કૃતજ્ઞ જનેમાં મુગટ સમાન છે. કોઈપણ પ્રકારના બદલાની અભિલાષા વિના તમે ન ઈચ્છતા હોવા છતાં વંદન કરવાના સુકૃતનું મને ભાજન બનાવો, એટલી આપને મારી નમ્રતા પ્રાર્થના છે, સંત જનને સ્વાથી બનવું કઈરીતે યુક્ત નથી.” એ પ્રમાણે અવસરને ઉચિત બોલીને રાજાએ બલાત્કારથી તે મુનિને વંદન કર્યું. ; છે. એટલે અનશનધારી મુનિ કહેવા લાગ્યા કે—“આ દેશ ધન્ય છે અને પ્રજા પૂર્ણ ભાગ્યશાળી છે કે જ્યાં તારા દર્શનરૂપ અમૃતવૃષ્ટિથી તે પોતાના પાપ-પંકનું પ્રક્ષાલન કરે છે.” એમ સાંભળતાં ભારે પ્રમાદથી ગદ્ગદિત થયેલ રાજાએ જઈ ને એ વૃત્તાંત શ્રી હેમચંદ્ર પ્રભુને નિવેદન કર્યો. કે–“હે ભગવાન ! તમે આદેશ કરેલ નિયમનું પાલન કરતાં તે કામધેનુની જેમ બધાના હદયને અભીષ્ટ આપનાર નીવડયા છે. . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust