________________ શ્રી હેમચંદ્રસૂરિચરિત્ર. ( 3 ) દીધું, ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“હે રાજન ! અમારે નિઃસંગી અને નિર્મુહીને રાજ્યનું શું પ્રયોજન છે? વમેલા ભોગને કેમ સ્વીકારીએ? એ તે અનુ. ચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરૂને સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો હે સ્વામિન! તમને પૂછયા વિના અમે કર્યો કરીશું.” એટલે શ્રાવકત્રત તથા સધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું. પછી રાજાને તત્વાર્થને બંધ કરવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરૂએ પિતે રાજાને તેને અભ્યાસ કરાવતાં તેણે ગુરૂ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો. પછી સમ્યક્ત્વવાસિત રાજાએ એ નિયમ લીધે કે –“જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે. ' એવામાં એકદા ચતુરંગ સૈન્યમાં ગજરૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે કેશનું મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત, પગે કથીરની પાદુકા પહેરેલ, હાથમાં નાગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભાપર પિતાની ભુજાને લટકાવેલ એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતા જોયો. એટલે હાથીના કુંભસ્થળપર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા ત્યારે પાછળના આસન પર બેઠેલ નટુલ રાજાને હસવું આવ્યું. તે જોઈ વાડ્મટ અમાત્ય સ્વામીને નિવેદન કર્યું, એટલે ગુરૂમહારાજે રાજાની આગળ ધર્મકથા કરતાં જણાવ્યું કે - " पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होइ। વજયવિરેસે મેવ, તÉ Hવંઘ વ ) | | | પાસસ્થાદિકને વંદન કરતાં કીર્તિ કે નિર્જરા પણ ન થાય, પરંતુ તેમ કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય.” એટલે રાજાએ વિચાર કર્યો કે –“મારો વૃત્તાંત આજે ગુરૂને કોઈએ જણાવેલ છે, પણ પૂજ્ય ગુરૂની શિક્ષાથી હવે હું તેવા કર્મથી નિવૃત્ત થયો છું.” હવે અહીં રાજાના નમસ્કારને જોતાં તે મુનિને વિચાર થયો કે“નમસ્કારની મારામાં યોગ્યતા ક્યાં છે? કારણ કે વીતરાગમાર્ગથી હું પતિત થયે, તજેલ ભોગન પુનઃ સ્વીકાર કર્યો, પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો અને તેથી હું મુખ જેવા લાયક કે નામ ગ્રહણ કરવા લાયક રહ્યો નથી.” એમ ચિતવતા તેણે કામદેવના ધનુષ્ય તુલ્ય વેશ્યાની ભુજાને ત્યાગ કર્યો, કુબુદ્ધિ ઉપજાવનાર અને વ્રતના કંટકરૂપ એવા પાનના બીડાને તજી દીધું, તેમજ નરકમાર્ગમાં યાન સમાન પાદુકાને પણ ત્યાગ કર્યો. એમ વિરાગી થઈને તે સ્વલ્પ પરિવાર સહિત પિતાના સ્થાને આવ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust