________________ શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે ગણુ બેલ્યા કે—પરમ બ્રહ્મના નિધાન એવા ગુરૂ મહારાજને બ્રહ્માદિકના વચનપર આસ્થા કેવી ? પરંતુ પ્રભાતે અમે આપને કંઈક સત્કાર કરીશું એમ કહી દેવીને પોતાના સ્થાને વિસર્જન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિદ્રા આવી. પછી તેણે પ્રભાતે શ્રીદેવીને માટે સાહસિક ભોગ ધરાવ્યા. એ રીતે સેંધવી દેવી થકી અબડને આચાર્ય મહારાજે મુકત કરાવ્યું, એટલે તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચિત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યું. અઢાર હસ્ત પ્રમાણે, અસાધારણ રચનાયુકત તથા અનેક દેવગૃહેથી સુશોભિત એવું તે ચૈત્ય કનકાચલના ફૂટ (શિખર ) સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણને મહા ત્સવ કરાવ્યું. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્યો તેને આશિષ આપતાં જણાવ્યું કે " किं कृतेन न यत्रत्वं यत्रत्वं तत्र का कलिः ? / कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ? // 1 // જ્યાં તું નથી, તેવા કૃતયુગનું શું પ્રયોજન છે, અને જ્યાં તું છે, ત્યાં કલિ (કળિકાળ) શું માત્ર છે? જે કલિમાં તારે જન્મ થયો, તો ભલે કાળ રહ્યો. કૃતયુગની કાંઈ જરૂર નથી. તે માટે સાવચંદ્રદિવાકર તું તારા વંશજોના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્ય શત્રુઓને ક્ષીણ કરતાં જયવંત રહે.” પછી અંખડ મંત્રીની અનુમતિ લઈ ગુરૂ મહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્યદાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજા સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે--અહો ! જે ગુરૂની આવી દુસાધ્ય કાર્ય સાધવાની અસાધારણ શકિત છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી છું.” હર્ષે એક વખતે શ્રી સંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યકત્વ અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરૂ સમક્ષ ગાથા બેલો.-- ' “તન્ના રિો તો નાહ મ ચઢિ ના . સત્તધWIÉ સમય માહ્મ સમષિક પ્રા” છે ? .. તમારા હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ મારા નાથ છે. ભલે, ધનાદિક બધું મને પ્રાપ્ત થાય, તથાપિ મેં મારો આત્મા તે તમને જ અર્પણ કર્યો છે. એ ગાથાના અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરૂને રાજ્ય અર્પણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust