________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. (33 ) .. ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“હે રાજેદ્ર! ગુરૂભક્તિરૂપ અગ્નિથી અર્ચા પામેલ એ તારા પુણ્યની જાગ્રતી સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરે છે.”. આથી રાજાનું હદય ભારે પ્રફુલ્લિત થયું, પછી સાત ક્ષેત્રે ધન વાપરતાં અને પિતાના જન્મને કૃતાર્થ કરતા ભૂપાલે સંપ્રતિ રાજાની જેમ પૃથ્વીને જિનભવનથી વિભૂષિત કરી દીધી. એવામાં એકદા રાજાને ધર્મમાં વધારે સ્થિર કરવા માટે ગુરૂ મહારાજે સ્વપજ્ઞ અને લોકબદ્ધ શ્રીશલાકાપુરૂષોના ચરિત્રોની વ્યાખ્યા કરવા લાગ્યા. તેમાં એક વખતે મહાવીર ચરિત્ર કહેતાં તેમણે વ્યાખ્યાનમાં રાજાની સમક્ષ દેવાધિદેવને સંબંધ બતાવતાં જણાવ્યું કે-“પૂર્વે ઉદયન રાજાની પ્રભાવતી નામે રાણી કે જે ચેટક રાજાની પુત્રી હતી. સમુદ્રમાં કઈ વ્યંતરે યાનપાત્ર સ્તંભીને બંધ કરેલ એક પેટી તે રાણીને આપતાં કહ્યું કે–આ દેવાધિદેવ પ્રભુને જે ઓળખશે, તે પ્રકાશિત કરશે.” એમ કહીને વ્યંતર અદશ્ય થઈ ગયું. પછી વીતભય નગરમાં યાનપાત્ર પહોંચ્યું, ત્યારે બીજા કોઈથી તે પેટી ન ઉઘડી, એટલે વીરાદેવી એ તે બિંબને પ્રકાશિત કર્યું. જેથી તે પ્રતિમા પ્રદ્યોત રાજાના હાથમાં ગઈ. પછી તે પ્રતિબિંબ દાસીએ જેમ નગરમાં મૂકયું, અહીં ગ્રંથગોરવના ભયથી તેમ તે કથાન વર્ણન કરેલ નથી. પણ સાંભળવાની ઈચ્છાવાળા ભવ્ય જનોએ તે વાત શ્રી વીર ચરિત્રમાંથી જાણી લેવી. એ પ્રમાણે સાંભળતાં નિપુણમતિ રાજા કુમારપાલે શન્ય વીતભય નગરમાં માણસ મોકલીને તરત તે ભૂમિ ખોદાવી. ત્યાં ભૂમિની અંદર રાજમંદિર જોતાં તેમાંથી જિનબિંબ પ્રાપ્ત થયું. એટલે ભારે હર્ષથી અતિશય મહોત્સવ પૂર્વક રાજાએ તે આહંત બિંબને પોતાની રાજધાનીમાં લેવરાવતાં પ્રવેશમહત્સવ કર્યો અને તે પોતાના રાજભવનમાં સ્થાપન કર્યું. પછી તે બિંબને યોગ્ય સ્ફટિક રતનનો પ્રાસાદ રાજાએ પોતાના મહેલમાં તૈયાર કરવાને પ્રારંભ કર્યો. એટલે ભાવિને જાણનાર આચાર્ય મહારાજે તેને નિષેધ કર્યો કે –“રાજભવનમાં દેવગૃહ ન થાય.” એમ ગુરૂની આજ્ઞાને માન આપીને રાજાએ તે કાર્ય બંધ રાખ્યું. એ પ્રમાણે શ્રીજિનશાસનની સર્વત્ર અસાધારણ પ્રભાવના કરતા અને મિથ્યાત્વરૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ શોભવા લાગ્યા. - એવામાં એક વખતે લલાક ચૈત્યની આગળ ક્ષેત્રની પાળપર માંસથી ભરેલ રામપાત્ર દંડાધિપના જોવામાં આવ્યું, એટલે સંહાર કરનાર શંકરના અન્યાયરૂપ તે તેણે ત્રિલોચન નામના કેટવાળને બતાવ્યું, ત્યારે અસંખ્ય જનના સંચારમાં પદ (પગ) ન મળવાથી તપાસ કરતાં તે મતિમાનને એક ઉપાય હાથ લાગ્યો. પછી તેણે બધા કુંભારોને બેલાવીને દરેકને તે રામપાત્ર બતાવતાં પૂછયું કે–આ કોણે બનાવેલ છે. ત્યારે તેમાંને એક બે –એ મેં બનાવેલ છે. નટુલેશના. લક્ષ નામના સ્થગીધર સેવકે તેવાં એક સ રામપાત્ર મારી પાસે કરાવ્યાં છે.” પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust