________________ 1 . , . . . " શ્રી હેમચંદ્રસૂરિ–ચરિત્ર. ( 305 ). અને પટપર તે પદો લખી રહ્યો હતો, શબ્દ-વ્યુત્પત્તિને માટે તે અ ન્ય ઉહાપોહ કરી રહ્યો હતો, પુરાણ કવિઓના દષ્ટાંતે જોઈને તે વાક્યરચનામાં ઉતારતે હતો, એવામાં બ્રહ્મ -ઉલ્લાસના નિવાસરૂપ, બ્રહ્માના મંદિરમાં પંડિતોથી વિભૂષિત શ્રી હેમચંદ્રસૂરિની સભામાં ક્ષુધાતુર અને પોતાના પરિવારથી પ્રેરાયેલ દેવબોધ મધ્યાન્હ પછી પ્રતિહારની પરવાનગીથી ત્યાં આવી ચડયે એટલે મંત્ર-એષધિની પ્રભાથી સ્તબ્ધ થયેલ અગ્નિ જેમ ચંદ્રને જોતાં ઉદ્ભવે, તેમ તે મહા વિદ્વાન જોઈ આચાર્ય મહારાજ ઉભા થયા, અને કહેવા લાગ્યા કે “હે સુજ્ઞશિરોમણિ તમને સ્વાગત છે. આજે જોવામાં આવ્યા તેથી આજનો દિવસ ધન્ય છે. તે કલાનિધાન ! આજે આ અમારા અધ આસનને અલંકૃત કરો. સંકટમાં પણ પ્રગલભતાથી વિભૂષિત અને કળાઓનો બરાબર નિર્વાહ કરી રહ્યા છે.” એ પ્રમાણે સાંભળતાં દેવબોધ પણ ચિતવવા લાગ્યો કે મારા મર્મને તે આ જાણે છે. અથવા તો કથનથી કે કથનાતીત કળાથી અમે કાંઈ સમજી શક્તા નથી. ગમે તેમ હો, પણ એ મહા વિદ્વાન અને સૈભાગ્ય-લક્ષમીથી અત્યારે વિકાસમાન છે. માટે એ સ્વછ–પવિત્ર પર મત્સર શો ? એનું બહુમાન કરવાથી જ શુભને ઉદય થાય તેમ છે. આ સમયે પુણ્ય અને વિદ્યામાં એની તુલનામાં કોણ આવે તેમ છે ? વળી ગુણેમાં પ્રતિકૂલ કોણ થાય? માટે એ માનનીય છે.” એમ ધારી આચાર્યની અનુમતિથી તે તેમના અર્ધાસનપર બેઠો. વળી તે સુજ્ઞ આચાર્ય મહારાજને પુરૂષરૂપે સાક્ષાત્ સરસ્વતી માનતા હતા. પછી શ્રેષ્ઠ સારસ્વતથી ઉજવળ એવો દેવબોધ, સભાસદોના રમાંકુરને પ્રગટ કરવામાં મેઘ સમાન એવું સવિસ્મય વચન કહેવા લાગ્યા– " पातु वो हेमगोपालः कंबलं दंडमुद्वहन् / षड्दर्शनिपशुग्रामं चारयन् जैन गोचरे " // 1 // દંડ અને કંબળને ધારણ કરતા શ્રી હેમ–ગોપાલ તમારું રક્ષણ કરે કે જે જેન-ગોચરમાં ષટદશનરૂપ પશુઓને ચારી રહ્યા છે. - આ લેક સાંભળતાં શિર ધૂણાવતા સભાસદો, તેમાં સત્યાર્થીની પુષ્ટિ સમજીને હૃદયમાં અતુલ વિસ્મયને ધારણ કરવા લાગ્યા. પછી આચાર્ય મહારાજે શ્રીપાલને બેલાવીને તેની સાથે મૈત્રી કરાવી. કારણ કે વિરોધ શમાવ એ વ્રતધારીઓને પ્રથમ ધર્મ છે. તે વખતે ગુરૂએ તેનો વૃત્તાંત સિદ્ધરાજને જણાવી તેને રાજા પાસેથી લક્ષ દ્રવ્ય અપાવ્યું. એવામાં અન્ય દર્શનના સંબંધમાં આવતાં વિદ્વાનોના પરિચયથી અને પોતાના ભાગ્ય ક્ષીણ થતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust