________________ (306 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પિતાની આયુસ્થિતિને વિચાર કરી, મહામતિ દેવધે તે દ્રવ્યથી ત્યાં અન9અણુરહિત થઈ ગંગા કિનારે જઈને પરભવનું સાધન કર્યું. હવે એકદા પોતાને સંતાન ન હોવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઉપાનહ વિના પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળે, ત્યાં હેમચંદ્ર પ્રભુને પણ તેણે સાથે લીધા. કારણ કે ચંદ્રમા વિના શું નલત્પલ (કમળ) વિકસિત થાય ? તે વખતે જીવ રક્ષાને માટે હળવે હળવે ચાલતા અને જાણે સાક્ષાત સંયમ હોય એવા ગુર દ્વિધા ચરણે (ચારિત્રે) સંચરતા દેખાવા લાગ્યા એટલે રાજાએ તેમને વાહનપર આરહણ કરવાની અભ્યર્થના કરી પણ ચારિત્રસ્થિત આચાર્યો તેને નિષેધ કર્યો ત્યારે રાજાએ મનમાં કંઇક દભાઈને મિત્રાઈથી તેમને કહી દીધું કે—‘તમે તે જડ છે.” જેથી તેમણે પ્રાકૃતમાં ઉત્તર આપે કે “હા, અમે નિજડ છીએ.” એટલે રાજા ચમત્કાર પામતાં ચિંતવવા લાગ્યો કે –“એમણે તો અમને સજડજડ કહ્યા પણ પોતે તો પોતાના આચારને પાળતા હોવાથી અને સુજ્ઞ હોવાથી અમે નિજડ છીએ, એમ કહેતાં અહો! આચાર્યની વ્યાખ્યાચાતુરી જણાઈ આવે છે. પછી ત્રણ દિવસ સૂરિ રાજાને મળ્યા નહિં એટલે તેમને કોપાયમાન સમજીને રાજા શાંત પાડવા માટે ત્યાં ગયો, તે વખતે તંબુમાં બેસીને તેઓ આંબિલ કરતા હતા. રાજાએ પડદે જરા દૂર કરીને તેમનું લખું ભજન જોઈ લીધું. તે જોતાં રાજાને વિચાર આવ્યો કે “અહિ આ તો જિતેંદ્રિય, શુષ્ક ભજનમાં પાછું મેળવીને ખાય છે. ખરેખર ! એમનું તપ ભારે દુષ્કર છે. આ લેકે ભકિતના અતિશયથી ભવ્ય લેક પાસે એમને મિષ્ટાન્નનું ભજન લેનારા ઓળખાવે છે, તે અજ્ઞાન છે. " એમ ચિંતવીને રાજાએ પ્રગટ જણાવ્યું કે –“હે પ્રભે ! અવજ્ઞાથી નહિ, પણ મિત્રતાથી કરેલ મારે એ અપરાધ આપ ક્ષમા કરો આપની દેહવ્યથાના ઉછેદ માટે મેં એ કર્કશ વચન કહ્યું હતું.' ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—હે રાજન ! રાગ દ્વેષના સ્વભાવ રહિત એવા અમારે રાજા કે દરિદ્રની કર્કશ કે પ્રિયવાણુ શું કરવાની હતી? કારણ કે–– " છંદ વર્ષ મર્ચ, ની વાણી વદિા - શનિ મgછે દ વિમીર” | 2 અમે ભિક્ષાવૃત્તિથી ભજન કરીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વીપીઠ પર શયન કરીએ છીએ, તે અમારે રાજાઓનું શું પ્રયોજન છે? પછી રાજાએ તેમને સત્કાર કરી સિંહાસન નામે સ્થાન બ્રાહ્મણેને આપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust