________________ ક ... , જ , જેમની ( 304 ) શ્રી પ્રભાવક ચરિત્ર. મુનિના ચરણે લગાડીને વિનય પૂર્વક કહેવા લાગ્યું કે– મુનિઓના વ્રત-માહી ભ્યથીજ પૃથ્વીનું પાલન કરતા રાજાઓ ઇદ્રની જેમ શોભા પામે છે. તેમાં બીજું કંઈ કારણ નથી. માટે હે મુનીશ્વર ! તમે કિયાનિષ્ટ થઈને અમારા દેશમાંજ રહે. કારણ કે મહાત્માઓ અથી જનના પ્રણય-સ્નેહનો ભંગ કરતા નથી. " એમ રાજાના વચનથી તે દેવબોધ સંતુષ્ટ થઈને ત્યાં રહ્યો, અને ત્રણ વરસ થતાં તે હળવે હળવે દરિદ્ર થઈ ગયે. કારણ કે કય વિજ્યના વ્યવહારથી તેને ધનની પ્રાપ્તિ થતી નથી, ત્યાં તો માત્ર રાજાનું આપેલ ભેગવવાનું હતું, એટલે ધન વિના તેને દરિદ્રતા આવી ગઈ. એ બધે વૃત્તાંત શ્રી હેમચંદ્રસૂરિ તે જાણતા હતા, છતાં શ્રીપાલ કવિએ એકાંતમાં તેમની પાસે વિચાર ચલાવ્યું કે-“એ ભિક્ષુ પોતાના આચારથી ભ્રષ્ટ, કિયાહીન, દુશ્ચરિત્રવાનું અને આચારનિષ્ટ યતિઓને મુખ જેવા લાયક નથી. વળી દરિદ્રતાની રાજધાની હોવાથી તે અત્યારે ત્રણથી જર્જરિત બની ગયો છે. તેમજ મદ વડે ઉદ્ધત અને મહાલોલ જીહાને વશ થવાથી અત્યારે પરિવાર સહિત તે ભિક્ષાવૃત્તિથી પિતાનો નિર્વાહ ચલાવી રહ્યો છે. એ દર્શની પિતાના લક્ષણેથી દર્શનાચારમાં સ્થાપન થયેલ છે. વળી એના સદ્દગુણથી આઠ સિદ્ધિઓમાંથી છ તો ચાલી ગઈ, પણ અણિમા અને લઘિમા એટલે કૃશતા અને લઘુતા એ બે સ્ત્રીઓ અને પ્રાપ્ત થઈ છે, એ આશ્ચર્ય છે. તેજથી સાક્ષાત્ દેવેંદ્ર સમાન અને વર્ણાશ્રમના ગુરૂ એવા શ્રી સિદ્ધરાજને એણે ભૂમિ પર બેસાર્યો અને પિોતે મહેલના શિખર પર રહેલ કાગની જેમ સિંહાસન પર બેઠે. એ અવજ્ઞા રૂપ લતાનું તે નિવિવેકીને ફળ મળ્યું. અને વળી મારા સાંભળવા પ્રમાણે તે એવો વિચાર ચલાવે છે કે આપણને રણસંગ્રામનો ઉપદ્રવ પ્રાપ્ત થશે. તેથી રાજપૂજ્ય શ્રી હેમચંદ્ર ગુરૂ વિના એ પ્રતિઘાત પામે તેમ નથી. માટે જે એ પૂજ્ય ગુરૂની પાસે આવે, તો પણ અમારે તો તેને માન આપવું જોઈએ. નહિ તો કયો સુજ્ઞ એ પતિત-ભ્રષ્ટનું સુખ પણ કોણ જુએ? " ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“તમે કહે છે, તે સત્ય છે, પણ એના એક ગુણને લીધે બહુમાન કરવાની જરૂર છે કે જે ગુણ બીજામાં નથી. આ સમયે જેમાં બીજા ગુણે સંક્રાત થયેલા છે એવું અસાધારણ સિદ્ધસારસ્વત એના વિના બીજે કયાં નથી. માટે જે નિર્વિષ સપની જેમ પોતાના માનને પ્લાન કરનાર એ ધીમાન આવે, તો એને સત્કાર મળવો જોઈએ.’ એટલે શ્રીપાલ કવિ કહેવા લાગ્યું કે– મહાપુરૂષની દષ્ટિ તે ગુણને જોવાની જ હોય છે. શ્યામ અને મરણ પામેલ કુતરાના ધવલ દાંતને કૃષ્ણ મહારાજે વખાણ્યા હતા. આ સંબંધમાં મેં તે મારે અભિપ્રાય નિવેદન કર્યો હવે બહુશ્રત એવા આપ પૂજ્યને વિચાર કરતાં જે ગેરચિત લાગે, તે પ્રમાણે કરો.” પછી એક દિવસે મહાકવિ અભિનવ ગ્રંથની રચનામાં આકુળ હતો, પટ્ટિકા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust