________________ 40. શ્રી પ્રભાવક ચરિત્ર. - વાદી દેવસૂરિના સ્યાદાદરત્નાકર-ઉપરથી વૃદ્ધ ધર્મોત્તર અને લઘુ ધર્મોત્તર એમ ધર્મોનર નામના બે બૌદ્ધાચાર્યો થઈ ગયા લાગે છે. તે જ રીતે હું ધારું છું કે " મલવાદી " નામથી પણ ત્રણ જૈન આચાર્યો થઈ ગયા છે. પ્રથમ મલવાદી કે જે બૌદ્ધવિજેતા તરીકે પ્રસિદ્ધ છે અને જેમને હરિભદ્રસૂરિએ પિતાના ગ્રન્થમાં બહુમાનપૂર્વક નામોલ્લેખ કર્યો છે તે વીર સંવત 884 ની આસપાસમાં થયા. બીજા મલવાદી વિક્રમની દશ સદીના અભાં થયા કે જેમણે લઘુ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ બનાવ્યું. ત્રીજા મલવાદી વિક્રમની તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની મંત્રી વસ્તુપાલજેવા વિદ્વાને પ્રશંસા કરી હતી. શકુનિકાવિહાર તીર્થને ઉદ્ધારક સાતવાહન પાદલિપ્તનો સમકાલીન યજ્ઞશ્રી શાતકણિ અથવા ત્રીજો શતકણિ હશે, પાદલિપ્તના સમયને વિચાર તેમના પ્રબન્ધના વિવેચનમાં કર્યો છે. આ પ્રબન્ધના ચરિત્રનાયક વિજયસિંહસૂરિના અસ્તિત્વ સમય વિષે પ્રબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ કે સૂચના નથી તેથી એમના સમય વિષે વિચાર કરવો મુશ્કેલ છે, પણ એમણે જે ભરૂચમાં મુનિસુવ્રતનું કાછમય ચય કરાવ્યું હતું તેને અતિ જર્ણાવસ્થામાં સં. 1116 માં અંબડે જીર્ણોદ્ધાર કરાવ્યાને આમાં લેખ છે, આથી અનુમાન કરી શકાય કે અંબડથી આ આચાર્ય વધારેમાં વધારે 250 થી 300 વર્ષ પૂર્વેના હોઈ શકે અને જે આ કલ્પના માનવાગ્યું હોય તે વિજયસિંહસૂરિને સમય-વિક્રમની દશમી સદીથી પહેલાંને માની શકાય નહિ, છતાં એમના સમય વિષેની કોઈપણ કલ્પના અટકલથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે, પણ આમાંથી કોઈપણ દશમી સદીની પૂર્વે–થયાનું પ્રમાણ મલતું નથી. એ આચાર્યો " નેમિસ્તવ' ઉપરાન્ત કોઈ ગ્રન્થની રચના કર્યાને પ્રબન્ધમાં ઉલ્લેખ નથી, " પ્રતિક્રમણચૂર્ણિ' નામનો ગ્રન્થ વિજયસિંહરિકૃત ગણાય છે અને એના કર્તાને સમય દશમી સદી હેવાનું પણ યાદ છે; છતાં તે ગ્રન્થકાર અને પ્રસ્તુત આચાર્ય એક છે કે ભિન્ન તે કહેવું મુશ્કેલ છે; કેમકે આ વખતે તે ગ્રન્થ કે તે વિષે લખેલી કેફિયત અમારી પાસે નથી. ભરૂચ એ વિદ્યાધર કુલના આચાર્યોનું મુખ્ય મથક હોય તેમ આ પ્રબન્ધ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આર્યપટના સમયથી એ ક્ષેત્ર વિદ્યાધર કુલનું ચાલ્યું આવતું હતું અને પ્રબન્ધકાર કહે છે તેમ તેમના વખતમાં (સં. 1334 માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust