________________ શ્રી વિજયસિંહરિ 39 કરીને વલભીને કબજે કર્યો હશે, જે પ્રસંગને જૈન લેખકે એ પ્રાચીન ગાથાઓમાં “વલભીભંગ તરીકે વર્ણવ્યો છે અને એ ઘટનાનું નિર્વાણ સંવતનું ૮૪૫મુ વર્ષ ગણાવ્યું છે. આ કનકસેન તે પુરાણોમાં સ્ત્રી રાજ્યને ભોક્તા કનક કહ્યો છે તેજ જણાય છે. વિષ્ણુપુરાણમાં કનકને “વૈરાજ્ય’ અને ‘મુષિક' દેશને ભક્તા કહ્યો છે. વહ્માંડ પુરાણમાં એને “સ્ત્રી રાષ્ટ્ર” અને “ભેજક' દેશનો ભોક્તા લખ્યો છે, ત્યારે વાયુ પુરાણમાં “સ્ત્રી રાષ્ટ્ર અને “ભક્ષ્યક” ને ભોક્તા જણાવ્યા છે, મહારા મત પ્રમાણે “ઐરાજ્ય” અથવા “સ્ત્રી રાષ્ટ્ર એ કામરૂપ દેશનાં નામો નહિ પણ “સૌરાષ્ટ્ર” ના અપભ્રષ્ટ રુપે છે, અને “ભેજક” તથા " મુપિક જનપદ' એ વડનગર અને એની આસપાસના પ્રદેશ માટે વપરાયેલ પ્રાચીન નામ હશે, કનકસેને એજ પ્રદેશને જીતીને ત્યાં શહેરો વસાવ્યાં હતાં. આ વિજેતા કનકસેન મૂલમાં ગુણોને સેનાપતિ હશે પણ પાછલથી આવા મહાન પરક્રમોના બદલામાં એને પિતાના સ્વામી તરફથી વિજિત પ્રદેશે ભોગવટામાં મલ્યા હશે. વિક્રમ સંવત 593 સુધી એના વંશજો “સેનાપતિ” અને “મહાસામંત’નાં બિરૂદ ધારણ કરતા હતા. આથી પણ અમારા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વલભીમાં ગુપ્ત સંવત વલભી સંવતના નામથી પ્રચલિત થયો. આ ઉપરથી પણ જણાય છે કે કનકસેન ગુણોનો સેનાપતિ જ હશે અને તેણે ગુપ્ત સંવતના પ્રારંભ કાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે; પણ વલભીની રાજ્યક્રાન્તિનું અને ગુપ્તસંવતનું એક જ વર્ષ હોવાથી તે સંવત વલભીના રાજ્યક્રાન્તિ સૂચવનાર “વલભી સંવત ' ના નામથી પ્રસિદ્ધ થઈ ગયે હશે. એજ વલભીને બીજીવાર વિ. સંવત 824 ની આસપાસમાં મ્યુચ્છ અથવા આરબેને હાથે ભંગ થયો લાગે છે, પણ પ્રથમ અને બીજા ભંગની મિત્રતા ન સમજવાથી પાછળના લેખકે એ બંને ભંગનું એકત્ર વર્ણન કરી દીધું છે, પણ ખરી વાત તો એ છે કે જે વીર સંવત 85 માં વલભીભંગ થયો હતો તે સ્વેચ્છ કૃત નહિ પણ સેનાપતિ કનકસેનકૃત હતો અને જે સાતમા શીલાદિત્યના સમયમાં વલભીને બીજીવાર ભંગ થયો હતો તે વીર સંવત 845 માં નહિ પણ વિસંવત 823 પછી નજીકના સમયમાં થયો . હતો. વીર સંવત 884 માં મલવાદિએ બૌદ્ધોને છત્યાનું પ્રબન્ધકારે એક પઘમાં વર્ણન આપ્યું છે, પણ આધુનિક વિદ્વાને મલવાદીને વિક્રમ સંવત 884 માં થયા માને છે; કારણ કે માવાદિએ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ લખ્યું છે અને ધર્મોત્તરાચાર્યને સત્તા સમય વિક્રમ સંવત 904 ની આસપાસમાં ગણાય છે. પણ અત્રે જે સંવત મલવાદીની છતને આપ્યો છે તે તો વીર સંવત જ છે, કારણ કે આ પ્રસિદ્ધ મલવાદીને વિક્રમની નવમી સદીમાં કઈ રીતે મુકી શકાય તેમ નથી; કેમકે વિક્રમના આઠમા શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પિતાની કૃતિ અનેકાન્ત જયપતાકામાં અનેક સ્થલે મલવાદીને નામો લેખ કરે છે, જે મલવાદીને નવમી સદીની વ્યક્તિ માની લેવામાં આવે તો હરિભદ્રે કરેલ તેમના નામનિર્દેશને સમન્વય કઇરીતે થઈ શકે નહિ. આથી મલવાદીનો સમય વીર સંવત 884 ની આસપાસ માન એજ યુક્તિ સંગત છે. - ત્યારે હવે મલ્લવાદીએ ધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ કેમ લખ્યું ? એ પ્રશ્નનું નિરાકરણ કરવું રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust