________________ 38 શ્રી પ્રભાવક ચરિત્ર. એમાં મુનિસુવ્રતનું પ્રસિદ્ધ શકુનિકાવિહાર ચૈત્ય અને તેમાંની પાષાણુ અને પીતલ વિગેરેની મૂર્તિઓ પણ બલી ગઈ, ફકત એક મુનિસુવ્રતનું મૂલબિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલ ચૈત્યને પુનરૂદ્ધાર કરવા માટે વિજયસિંહસૂરિએ નગરમાંથી 5000 પાંચ હજાર રૂપિયા એકઠા કર્યા અને શિલ્પીઓને રોકીને શ્રેષ્ઠ કાઇનું દહેરૂ તૈયાર કરાવ્યું અને તે અતિ જીર્ણ થયું ત્યારે ઉદયન મંત્રીને પુત્ર અબડે આ ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવીને સંવત 1116 માં પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ પછી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસનું સૂચન કરીને ગ્રન્થકાર કહે છે કે હજી પણ એમના વંશમાં પ્રભાવક આચાર્યો ઉત્પન્ન થાય છે. હવે આ પ્રબન્ધમાંની કેટલીક ઘટનાઓ વિષે વિચાર કરીયે. સંપ્રતિ રાજાએ શકુનિકાકવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતા આ પ્રબન્ધના લેખકે જણાવી છે. પટ્ટાવલિમાં સંપ્રતિને સ્વર્ગવાસ વીર સંવત 295 અથવા 293 માં હોવાનો ઉલ્લેખ મળે છે, જ્યારે યુગપ્રધાન પટાવલિયોની ગણના પ્રમાણે કાલકાચાર્યે વિ. સં. 300 માં દીક્ષા લીધી અને 336 માં તે યુગપ્રધાન થયા હતા. આવી રીતે સંપ્રતિના મરણ પછી 5-7 વર્ષે કાલકની દીક્ષા થવાથી સંમતિના સમયમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી, પરંતુ અમારી ગણના પ્રમાણે સંપ્રતિ વી. સં૦ 295 માં ગાદીએ બેઠે હોવાથી કાલક સામાન્ય શ્રમણાવસ્થામાં તેના સમકાલીન હોઈ શકે. શકુનિકાવિહારને ઉદ્ધારક વિક્રમાદિત્ય અને તેના ઉપદેશક આચાર્ય સિદ્ધસેનદિવાકરના સમય પરત્વે વૃદ્ધવાદિ પ્રબન્ધમાં વિશેષ ઉહાપોહ કરવામાં આવશે, જિજ્ઞાસુઓએ એમની સમય વિષયક વિચારણું તે પ્રબંધમાં જોવી. વીર સંવત 484 માં આર્ય ખપૂટ થયાને ઉલ્લેખ છે તે આયખપટને સ્વર્ગવાસ સુચક છે, એટલે વી. સં૦ 484 માં આર્યખપટ રવર્ગવાસી થયા એમ સમજવાનું છે. - વીર સંવત ૮૪૫માં વલભીને તુરકાએ ભંગ કર્યો એમ પ્રબંધકારે જણાવ્યું છે, પરંપરાગત " અઠહિ પણુયાલ વલહિખઓ” આ ગાથામાં પણ વલભીને ભંગ વીર સંવત 845 માં જ થયો જણાવ્યો છે, પણ આધુનિક વિદ્વાનો આ વર્ષ વીરસંવતનું નહીં પણ વિક્રમ સંવતનું છે એમ જણાવે છે, અને કહે છે કે વિક્રમની સંવત 823 પછી આરબંને હાથે વલભીને નાશ થયો હતો.' પણ અમારૂં નિશ્ચિત માનવું છે કે ઉપર્યુક્ત વલભીભંગ સૂચક વર્ષ વીરસંવતનું જ છે. અને આ વલભીભંગ તે તુરૂષ્કકૃત નહિ પણ રાજા કનકસેન કૃત પહેલો વલભીભંગ છે. કર્નલ ટંડના લખવા પ્રમાણે સૂર્યવંશને કનકસેન રાજા વિક્રમ સંવત 200 અથવા 201 માં પોતાની રાજધાની અયોધ્યા છોડીને ગૂજરાત તરફ આવ્યો હતો, પણ હું ધારું છું કે આ કનકસેન ગુપ્તવંશી રાજાઓને સેનાપતિ હશે અને ચન્દ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તેજ વર્ષમાં અથવા તો તેના પહેલા વર્ષમાં તેણે ગુણરાજ્ય તરફથી ગુજરાત ઉપર ચઢાઈ P.P.AC. Gunratnasuri M.S! Jun Gun Aaradhak Trust