________________ ( 6 વિજયસિંહસૂરિ, હું ======== ====ષ્ટીક રક, જયસિંહસૂરિનું વૃત્તાન્ત પ્રબન્ધકારે સાંભલીને લખ્યું હશે એમ પ્રબન્ધના પ્રારંભિક લેખ ઉપરથી જણાય છે અને એ જ કારણે એમના માતા પિતા, જન્મ ભૂમિ અને ગુરૂ આદિ વાતોને કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. માત્ર એટલું જ લખ્યું છે કે “એ સિદ્ધ મહાત્મા ભરૂચ નગરમાં આયખપટના વંશમાં થઈ ગયા છે... અને એજ પ્રસંગથી ભરૂચના પ્રાચીન ઇતિહાસ અશ્વાવધ તીર્થની ઉત્પત્તિ અને શકુનિકા વિહારનું વૃત્તાન્ત લખ્યું છે, આ બધી હકીકત પૌરાણિક ઢબની હોવાથી એમાં એતિહાસિક ચર્ચાને અવકાશ નથી; છતાં એટલું તે ખરૂં છે કે ભરૂચમાં ઘણું જ પ્રાચીન કાળથી વશમાં તીર્થકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચૈત્ય હતું જે પ્રથમ “અશ્વાવબોધ” એ નામથી લખાતું હતું અને સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેને જીર્ણોદ્ધાર કરાવીને " શકુનિકા વિહાર " એ નામ પાડયું હતું. તે પછી સંપ્રતિ રાજાએ એ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એ કાર્યમાં વ્યન્તરેએ ઉપસર્ગ કર્યો જેનું નિવારણ ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યું કર્યું હતું. તે પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થને ઉદ્ધાર કર્યો હતા. વીર સંવત 484 માં આ તીર્થમાં આયખપટ નામના આચાર્ય થયા જેમણે બૌદ્ધ વ્યન્તર અને બૌદ્ધ દર્શનિયોના કબજામાંથી આ તીર્થ છોડાવ્યું. વીર સંવત 845 માં વલભીને ભંગ તુરૂક લોકેએ કર્યો અને તે પછી તે ભરૂચ નાશ કરવા આવતા હતા, પણ સુદર્શના દેવીએ તેમને પાછા હઠાવ્યા. વીર સંવત 884 માં મલવાદીએ બૌદ્ધ અને તેમના વ્યક્ત ઉપર જીત મેળવી. સાતવાહન નામના રાજાએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને પાદલિપ્ત સૂરિએ એના ધ્વજ દણ્યની પ્રતિષ્ઠા કરી. - આર્યખપટના વંશમાં થયેલ આ વિસિંહસૂરિએ સંયમદ્ધિાર ( ક્રિોહાર) કરીને શત્રુંજય, ગિરનાર આદિની તીર્થયાત્રા નિમિત્તે કાઠિયાવાડ તરફ વિહાર કર્યો, તે વેલા તેમને ગિરનાર ઉપર અંબાદેવીએ પ્રસન્ન થઈને સિદ્ધગુટિકા આપી હતી. એજ પ્રસંગે અખાદેવીના પૂર્વ ભવની કથા પણ લખી છે. વિજ્યાસંહ સુરિએ સ્વરચિત “મિઃ સમાહિતધિયા” આ પદથી શરૂ થતા સ્તોત્રથી ગિરનાર ઉપર નેમિનાથની સ્તવના કીધી હતી તે પછી તેઓ વિહાર કરતા પાછા ભરૂચ આવ્યા હતા. એક દિવસે ભરૂચમાં આગ લાગી જેથી લગભગ આખું શહેર બલીને ભસ્મ થયું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust