________________ 36 શ્રી પ્રભાવક ચરિત્ર. ટને સમય તો ખુલ્લી રીતે પાદલિપ્તના સમયથી લગભગ 200 થી 250 વર્ષ જેટલો પહેલાને ઠરે છે તેથી ખપટની પાસે પાદલિપ્ત ચમત્કારક શાસ્ત્રો ભણ્યાની વાત નિરાધાર કરે છે. પ્રબંધમાં પાદલિપ્તના ગુરૂ આર્યનાગહસ્તિના ગચ્છને ઉલ્લેખ કર્યો છે, જેને આશય એ છે કે " નામિવિનમિ વિદ્યાધરેના વંશમાં પૂર્વે કાલકાચાર્ય થયા તેથી તેમને ગચ્છ વિદ્યાધર નામથી પ્રસિદ્ધ થયે જેમાં આર્ય નાગહસ્તિ થયા.” એજ ગ્રન્થકાર વૃદ્ધવાદિના પ્રબંધમાં લખે છે કે " પાદલિપ્ત પ્રભુ અને ગુરૂ વૃદ્ધવાદી વિદ્યાધર વંશના હતા એ વાત ગિરનારના એક મઠની પ્રશસ્તિ ઉપરથી લખી છે. કાલકાચાર્યથી " વિદ્યાધર' ગરછ નિકલ્યાની વાત દન્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી અને ગિરનારની પ્રશસ્તિ આજે વિદ્યમાન નથી એટલે એ ઉપર પણ બહું વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરૂ પરંપરાની સાથે વિદ્યાધર શબ્દનો પ્રયોગ થતું હતું, પણ એ પ્રયોગ થતો કેવી રીતે ?, શાખા તરીકે, કુલ તરીકે કે ગચ્છ તરીકે ? કલ્પસ્થવિરાવલીના લેખ પ્રમાણે આર્યસુહરતીના શિષ્ય યુગલ સુસ્થિત–સુપ્રતિબુધથી નિકલેલ કાટિકગણની એક શાખાનું નામ " વિદ્યાધરી' હતું, જે એજ સ્થવિર યુગલના શિષ્ય " વિદ્યાધર " ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજનના શિષ્ય " વિદ્યાધર " થી " વિદ્યાધર કુલ " ની ઉત્પત્તિ થયાને પણ લેખ છે. આ વિદ્યાધર સ્થવિર પટ્ટાવલિની ગણના પ્રમાણે વિક્રમ સંવત 150 ના વર્ષમાં વજસેનના પટ્ટધર થયા હતા અને એજ વર્ષમાં આર્યનાગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા અને 68 વર્ષ પર્યત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિદ્યાધરના સમકાલીન હોવા છતાં વિદ્યાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંયોગોમાં આર્યનાગહસ્તિ વજસેન શિષ્ય " વિદ્યાધર થી પ્રસિદ્ધ થયેલા * વિદ્યાધર કુલ " ના હોવા સંભવતા નથી, ત્યારે હવે એમને વિદ્યાધર ગોપાલની “વિદ્યાધરી શાખા’ જ સ્થવિર ગણવે યુક્તિયુક્ત ગણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ ' ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગો ના નામથી પ્રસિદ્ધ થયાં એજ હકીકત આર્યનગહસ્તિના " વિદ્યાધર ગચ્છ ' ના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણું જુના કાલમાં એ " વિદ્યાધરી ? શાખા હશે અને કાલાન્તરે તે શાખા મટીને “કુલ” ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છેડીને " ગ૭ ' નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે આ ઉપરથી પાદલિપ્તસૂરિને કુલના અથવા વિદ્યાધર વંશના કહીયે તે કંઇપણ હરકત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust