________________ શ્રી પાદલિપ્તસૂરિ. 35 પાદલિપને 10 વર્ષની છોટી અવસ્થામાં જ આર્યનાગહસ્તિએ પોતાના પટ્ટધર તરીકે પસંદ કરીને આચાર્યપદ આપી દીધું હતું. આથી જણાય છે કે તે વખતે આર્ય નાગહસ્તિ સ્થવિર અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને જે આ અનુમાન ખરૂં હોય તો સં. 219 માં નાગહસ્તિ અને કનિષ્ક આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં પહોંચ્યા હશે. પાદલિપ્ત જ્યારે પહેલ વહેલા પાટલિપુત્રમાં મુરૂશ્કની સભામાં ગયા હતા તે વખતે તેઓ ઘણી છેટી અવસ્થામાં હતા એમ વર્ણન ઉપરથી પણ જણાય છે. આ બધા સંયોગો જોતાં પાદલિપ્તને સમય મોડામાં મોડે વિક્રમ સંવત 216 પછી શરૂ થયો માની શકાય. પણ જે એમની દીક્ષા પછી એમના ગુરૂ આર્ય નાગહરસ્તી 10-15 વર્ષ સુધી જીવિત રહ્યા હોય તે પાદલિપ્તની દીક્ષા ત્રીજા સૈકાના પ્રારંભમાં થઈ માની શકાય. આ સમય નિર્ધાર ઉપરથી પાદલિપ્તસૂરિ આર્યપટના સમકાલીન થઈ શકતા નથી જેવા કે પ્રબંધકારે જણાવ્યા છે. હવે પાદલિપ્તસૂરિની સાથે માનખેટ નગરના રાજા કૃષ્ણને સંબંધ તપાસીયે. પ્રબધુમાં જણાવ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ કૃષ્ણરાજના આગ્રહથી માનખેટમાં વધારે રહ્યા હતા. ઈતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તો મલે છે; પણ એ કૃષ્ણનો સમય ઘણે અર્વાચીન છે. માનખેટ ( જે આજ કાલ નિજામ રાજ્યમાં માલખેડ એ નામથી પ્રસિદ્ધ છે ) ના રાજા કૃષ્ણ પહેલાંને સમય વિક્રમ સંવત 871 થી 933 સુધીમાં મનાય છે અને આવી સ્થતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સંભવિત નથી તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજ ઈતિહાસ પ્રસિદ્ધ માનખેટ અને કૃષ્ણરાજથી ભિન્ન હોવા જોઇએ પણ જો તેમ ન હોય તે કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કઈ જુદા જ પાદલિપ્ત હોવા જોઈએ અને આમ માનવામાં પણ પ્રમાણે ન હોય તે પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયું નથી એમ જ કહેવું જોઈએ, પાદલિપ્ત પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકાં જેવું નથી, આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહના વંશજોનું રાજ્ય હતું અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શાતકર્ણિ ત્રીજાનું રાજ્ય હશે. પાદલિપ્ત ભરૂચમાં ગયા હોય તો એમાં પણ શંકા કરવાનું કારણ નથી, પણ તે મહેન્દ્રોપાધ્યાય બ્રાહ્મણોને બલાત્કારે દીક્ષા આપી તે નિમિત્તો જાગેલ બ્રાહ્મણોના વિરોધને દબાવવા માટે આવ્યા હતા એ માનવામાં જરૂર વિચાર કરવો પડે છે, કારણ કે બ્રાહ્મણોની દીક્ષાને તે વખતે લગભગ 250 વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયા હતા. આટલા લાંબા સમયે ઉક્ત કારણથી જૈન બ્રાહ્મણને વિરોધ જાગે એ જરા વિચારણીય વિષય છે. આ બધા વિવેચન ઉપરથી જણાશે કે આ પ્રબંધમાં વર્ણવેલા બીજા મહાપુરૂષોનો પાદલિપ્તસૂરિની સાથે સંબંધ કે સમકાલીનતા હેવામાં કંઈ પણ પ્રમાણ નથી, આયખપ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust