________________ ( ર ) * શ્રી પ્રભાવક-ચરિત્ર.. છે એ પ્રમાણે અહીં સાંભળતાં અમે અમારા મનમાં વિચારીએ છીએ કે એ બહુમાંથી વખતસર જૈનપાંડ પણ હશે, કારણ કે શત્રુંજય પર્વત પર તેમની સાક્ષાત મૂર્તિઓ છે. વળી શ્રી નાસિકયપુરમાં શ્રી ચંદ્રપ્રભના મંદિરમાં પણ તેમની પ્રતિમાઓ છે. તેમ કેદાર મહાતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં ગમે ત્યાં શ્રદ્ધા લાવે છે; બહુમાં પણ જ્યાં પ્રગટજ્ઞાન છે, ત્યાં ધર્મ છે. એ સ્મૃતિવાદીઓ અને વેદવિદ્યાના વિશારદોને પણ તમે પૂછો કે ગમે ત્યાં જ્ઞાન છે, કારણ કે ગંગા કોઈના બાપની નથી.” એમ સાંભળતાં રાજા બોલ્યો કે “જૈનમુનિ જે કહે છે, તે સત્ય છે, માટે જે તમારા મતમાં હોય, તો તમે આ સંબંધમાં સત્ય ઉત્તર કહો. આ કામમાં તમે એક સત્ય વચન બાલ્યા છે કે રાજાએ દરેક કાર્ય વિચારીને જ કરવું જોઈએ. એટલે આ કાર્યમાં દર્શનોને માટે સમાનતા ધરાવનાર એ હું પોતેજ દષ્ટાંતરૂપ થયા, વળી બધા દેવના મંદિરે પણ મેં કરાવ્યાં છે. ત્યાં કંઈપણ ઉત્તર ન આપતાં બ્રાહ્મણે મન ધરી રહ્યા, કારણકે જગતના સ્વભાવમાં કોઈ પણ હેતુ નિરર્થક નથી. પછી રાજાએ સત્કારપૂર્વક આચાર્ય મહારાજને કહ્યું કે - પિતાના આગમ પ્રમાણે સત્ય વ્યાખ્યાન કરતાં તમારો લેશપણુ દોષ નથી.” એ પ્રમાણે રાજાથી સત્કાર પામેલ શ્રી હેમચંદ્રપ્રભુ જૈનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશવા લાગ્યા. એક વખતે આભિગ નામે રાજાનો પુરોહિત વૃથા રોષને વહન કરતે તે રાજસભામાં બિરાજમાન આચાર્ય મહારાજને કહેવા લાગ્યો કે તમારે ધર્મ શમ અને કારુણ્યથી શોભિત છે, પણ તેમાં એક ન્યૂનતા છે, કે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ સર્વદા શૃંગાર સજીને આવે છે, વળી તે તમારા નિમિત્તે અકૃત અને પ્રાસુક આ હાર આપે છે, તે વિકારજનક આહાર લેવાથી તમારું બ્રહ્યચર્ય શી રીતે ટકી શકે? કારણ કે– " विश्वामित्रपराशरप्रभृतयो ये चांबुपत्राशनास्तेऽपिस्त्रीमुखपंकजं सललितं दृष्ट्वैव मोहंगताः / आहारं सुदृढं ( सुघृतं ) पयोदधियुतं ये झुंजते मानवा। . स्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद् विन्ध्यः प्लवेत् सागरे” // 1 // વિશ્વામિત્ર, પરાશર કે જે માત્ર જળ અને પાંદડાંનું ભજન કરતા, તેઓ પણ સ્ત્રીના વિલાસયુક્ત મુખને જોતાં જ મોહમૂઢ બની ગયા, તો જે મનુબે ધૃત, દુધ, દહીં સહિત સ્નિગ્ધ ભજન કરતા હોય, તેઓ જે ઇદ્રિયનિગ્રહ કરી શકતા, હય, તે સમુદ્રમાં વિંધ્યાચલને ડુખ્યા જેવું થાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust