________________ ર - પ . . આ ' ' . . . . . ' શ્રી હેમચંદ્રસરિ–ચરિત્ર. ( 295 ) અનુચિત બોલનારા એ અનિષ્ટ સુચક છે, તેથી નીતિને માન આપનાર રાજાએ પ્રજાના દુરાચાર અટકાવવા જોઈએ. માટે તે વિચારકુશળ રાજન્ ! હદયમાં કાર્યને વિચાર કરીને યોગ્ય ઉપાય ચે.’ એ પ્રમાણે કહીને બ્રાહ્મણ વિરામ પામ્યા. રાજા બહુજ ગંભીર વચનથી કહેવા લાગ્યો કે –“હે વિખે! રાજાઓ દરેક કામ વિચારીને જ કરે છે, પૂરતો વિચાર કર્યા વિના તેઓ દર્શનેને તિરસ્કાર કરી શકતા નથી. આ સંબંધમાં તેમને પૂછવાની જરૂર છે, જે તેઓ સત્ય ઉત્તર આપે, તે મારે તેમને સત્કાર કરવો જોઈએ, કારણ કે ન્યાય એજ અમારો મિત્ર ગણાય છે. હેમચંદ્રાચાર્ય નિગ્રંથ, સંગત્યાગી અને મહામુનિ છે, તે તે અસત્ય કેમ બોલે ? એ બહુજ વિચારવા જેવી વાત છે. " , ત્યારે પ્રવીણ બ્રાહ્મણોએ પણ જણાવ્યું કે– ભલે, એમ કરે. " પછી રાજાએ હેમચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા અને પૂછયું. કારણ કે માધ્ય-ભાવથી રાજા સર્વને સાધારણુ-સમાન હોય છે. “શું પાંડવોએ જૈનદીક્ષા લીધી, એમ શાસ્ત્રમાં કહ્યું છે ?" ત્યારે આચાર્ય બોલ્યા કે—પૂર્વાચાર્યોએ શાસ્ત્રમાં એમ કહેલ નથી. ભારતમાં તેમનું હિમાલય પ્રત્યે ગમન બતાવેલ છે, પરંતુ અમે સમજી શક્તા નથી કે શાસ્ત્રોમાં જે પાંડવે વર્ણવ્યા છે, તેજ વ્યાસશાસ્ત્રમાં છે કે બીજા કોઈ વર્ણવ્યા છે.” એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે –“હે મુનિરાજ ! શું તે પણ પૂર્વે ઘણા થઈ ગયાં છે?” ગુરૂ બોલ્યા–“હે રાજન્ આ સંબંધમાં હું ઉત્તર કહું છું, તે સાંભળો– શ્રી વ્યાસે રચેલ આખ્યાનમાં ગાંગેય પિતામહ આવે છે, તેણે યુદ્ધપ્રવેશના અવસરે પોતાના પરિવારને જણાવ્યું કે –મારા પ્રાણને જે ત્યાગ થાય, તો જ્યાં પૂર્વે કેઈને અગ્નિસંસ્કાર ન થયેલ હોય, તેવા પવિત્ર ભૂમિપ્રદેશમાં મારા શરીરને અગ્નિદાહ આપજે. પછી ન્યાયથી સંગ્રામ ચલાવતાં પિતામહ પ્રાણુમુક્ત થયે, એટલે તેના વચનને યાદ કરી, તેનું શબ ઉપાડીને તેઓ પર્વત પર ગયા, કે જ્યાં કઇ ઉન્નત શિખર પર મનુષ્યને સંચારજ ન હતા. ત્યાં તેમણે શબ મૂકયું, એવામાં દિવ્ય વાણી થઈ કે - અત્ર ભીમશરૂં છું, પડવાના શત્રય द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते" // 1 // અહીં એક સે ભી બાળવામાં આવેલ છે, ત્રણ સો પાડો અને એક હજાર દ્રોણાચાર્યો બાળવામાં આવેલ છે, તેમજ કર્ણોની તે સંખ્યાજ થઈ શકે તેમ નથી. * * * * P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust