________________ ર - - (294 ) શ્રી પ્રભાવક-ચરિત્ર. માટે અમને બતાવ, કે જેથી પૂર્વજે પુત્ર (શિષ્ય) રહિત હોવાથી અનુકંપાને ચોગ્ય એવા તમારી ચિંતા ન કરે.” ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ કહેવા લાગ્યા કે–એવી ચિંતા કરનાર કોઈ નથી. આદ્ય રાજા પણ સત્પાત્રરૂપ સાગરને ચંદ્રમા સમાન હતું. વળી આવી સ્થિતિને ચલાવનાર તથા કલ્પવૃક્ષ સમાન તારા જે રાજા હોય ત્યાં મુનિને જ્ઞાન, મહિમા અને સ્થિરતા શા માટે ન હોય? સુજ્ઞશિરોમણિ રામચંદ્ર નામે મારો શિષ્ય છે તે સમસ્ત કળાના નિધાન એવા શ્રી સંઘમાં બહુમાન પામેલ છે. પછી એક વખતે આચાયે રાજાને તે શિષ્ય બતાવ્યું. એટલે શિષે પ્રથમના વિદ્વાનોએ કઈ વાર કહેલ અને હૃદયને ઉલાસ પમાડનાર એવી રાજાની સ્તુતિ કરી કે - "मात्रायाप्यधिकं किंचिन् न सहन्ते जिगीषवः / इतीव त्वं धरानाथ धारानाथ ममाथा" // 1 // જયશીલ પુરૂષ એક માત્રા ( અંશ ) અધિક પણ કાંઈ સહન કરતા નથી. એટલા માટે જ છે ધરાનાથ ! તું મને ધારાનાથ (ભેજ ) સમાન ભાસે છે.” એ પ્રમાણે સાંભળતાં મહિમા પામેલા વિદ્વાનમાં સરલ આચારવાળા એવા શ્રી રામચંદ્ર મુનિપર રાજાએ શિર ધુણાવતાં દષ્ટિ નાખી, અને જણાવ્યું કે હે વત્સ! તમે જિનશાસનમાં એક દષ્ટિરૂપ થાઓ. વળી આચાર્ય પણ મહાપુણ્યશાળી છે કે જેના પદ (પટ્ટ) ના તમે રક્ષક છે” એમ રામચંદ્ર મુનિની પ્રશંસા કરીને રાજા વિરામ પામ્યા. કારણ કે સુકૃત-અતિશય યુકત પુરૂષોની દષ્ટિ દુ:સા હોય છે. એવામાં ઉપાશ્રયમાં રહેતા તે મુનિનું દક્ષિણ નેત્ર મહાપીડા પૂર્વક નષ્ટ થયું એટલે કર્મ પ્રમાણને વિચાર કરતાં મનમાં શાંતતા ધારણ કરી, તપમાં સ્થિર થઈને ત્યાં ચાતુર્માસ રહ્યાં. પછી ચતુર્મુખ નામના જિનાલયમાં શ્રી સંઘની આગળ શ્રી નેમિનાથ ચરિત્રનું અદ્ભુત વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે સુધા સમાન વચનથી આકર્ષાયેલા બધા દશનીએ ત્યાં સાંભળવાની ઈચ્છાથી આવવા લાગ્યા. એક વખતે પાંડવોની દીક્ષાનું વ્યાખ્યાન ચાલતાં બ્રાહ્મણેએ ભારે મત્સર લાવીને રાજાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પૂર્વે વેદવ્યાસ મહામુનિએ પિતાના ભવિષ્યજ્ઞાનથી યુધિષ્ઠિરાદિકનું અદભુત વૃત્તાંત કહેલ છે, તેમાં એમ બતાવેલ છે કે–પોતાના આયુષ્યના પ્રાંતે એ પાંડે હિમાલય પર્વતમાં ગયા ત્યાં કેદારમાં રહેલ શંકરને સ્નાન પૂજન પૂર્વક પરમ ભકિતથી આરાધીને શાંત થઈ તેમણે પિતાને અંત સમય સાથે છે, તેમ છતાં સ્મૃતિને અનાદર કરનારા આ યુદ્ધ વેતાંબરે પિતાની સભામાં તે કરતાં વિપરીત બેલે છે, તે આપના નગરમાં P.P. Ac Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust